ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Heinous actus-માણસ આટલો બધો ક્રૂર ?

Heinous actus-માણસની આટલી ક્રૂરતા ? આખલા સાથે કર્યું આવું કૃત્ય! મૂંગા પશુઓ સાથે માણસનો ક્રૂર વ્યવહારની બનતી ઘટનાઓ આપણું હ્રદય કંપાવી દે છે. આવી જ એક ઘટના ભાવનગરના શિહોર તાલુકાના દેવગણા ગામમાં એક આખલાને એક વિકૃત માણસે આખલાના પેટમાં ભાલુ...
10:49 AM Jun 28, 2024 IST | Kanu Jani
Heinous actus-માણસની આટલી ક્રૂરતા ? આખલા સાથે કર્યું આવું કૃત્ય! મૂંગા પશુઓ સાથે માણસનો ક્રૂર વ્યવહારની બનતી ઘટનાઓ આપણું હ્રદય કંપાવી દે છે. આવી જ એક ઘટના ભાવનગરના શિહોર તાલુકાના દેવગણા ગામમાં એક આખલાને એક વિકૃત માણસે આખલાના પેટમાં ભાલુ...

Heinous actus-માણસની આટલી ક્રૂરતા ? આખલા સાથે કર્યું આવું કૃત્ય!

મૂંગા પશુઓ સાથે માણસનો ક્રૂર વ્યવહારની બનતી ઘટનાઓ આપણું હ્રદય કંપાવી દે છે. આવી જ એક ઘટના ભાવનગરના શિહોર તાલુકાના દેવગણા ગામમાં એક આખલાને એક વિકૃત માણસે આખલાના પેટમાં ભાલુ ખોંસી દીધું હતું. જો કે આ બાદ અસહ્ય પીડા સાથે આખલા એ આખા ગામમાં રમખાણ મચાવી હતી અને ગામમાં નાસભાગ મચાવી દીધી હતી. આ બાદ જીવદયા સંસ્થાએ ઓપરેશન કરીને બચાવ્યો હતો.

આખલાનું ઓપરેશન કરીને ભાલો બહાર કઢાયો

દેવગણા ગામમાં બનેલી આ Heinous actus ઘટનાની જાણ પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી રેસ્ક્યુ ટીમને કરવામાં આવી હતી. ટીમે આખલાને પકડીને વાહન દ્વારા તેને અગિયાળી ગામની જીવદયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અહી ટીમે આખલાનું ઓપરેશન કરીને ભાલો બહાર કાઢવામાં આવ્યો હતો.

પ્રેરણા ફાઉન્ડેશનની તજજ્ઞ ટીમ ઓપરેશન કરવામાં આવ્યું. લોખંડનો મોટો તિક્ષ્ણ ભાલો પેટમાંથી બહાર કાઢી આખલાને હોસ્પિટલ લવાયા બાદ તાત્કાલિક સારવાર, ઓપરેશન વગેરે હાથ ધરવામાં આવ્યું હતું. આખલાના પેટમાં તે સમયે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, દોરડા, લોખંડના ટુકડા, ચલણી સિક્કા, કપડાં વગેરે હોવાનું તબીબોને જણાતા તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૨૫ કિલો જેટલી વસ્તુઓ બહાર કઢાઈ હતી. આ સમગ્ર ઓપરેશન જીવદયા હોસ્પિટલની તબીબી ટીમે 6 કલાકની જહેમત બાદ પાર પાડ્યું હતું.

જીવદયા પ્રેમીઓમાં રોષ

ગાયો અને ગૌવંશ સહિતના અબોલ જીવ પર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. આ પહેલા પણ શ્વાન, ગાય સહિતના પશુઓ પર ક્રૂર વ્યવહાર થયાનોઈ ઘટનાઓ બની છે. જો કે આવા લોકોને સખત સજા થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો- Rajkot બેબિકેર હોસ્પિટલ થયું આયુષમ કાર્ડ કોભાંડ, આરોગ્ય વિભાગે ફટકાર્યો 6,54,79,500 નો દંડ

Next Article