ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'માનનીય પ્રધાનમંત્રીશ્રી, દેશના લોકોના કલ્યાણ માટે આપનું સમર્પણ પ્રશંસાપાત્ર છે' PM આવાસ યોજનાના ગરીબ લાભાર્થીઓના હૃદયનો અવાજ

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી , જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આજે અંબાજી ખાતે પીએમ મોદી ના જન્મ દિવસ નિમિતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં...
02:02 PM Sep 17, 2023 IST | Vipul Pandya
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી , જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આજે અંબાજી ખાતે પીએમ મોદી ના જન્મ દિવસ નિમિતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં...
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી 
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી , જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આજે અંબાજી ખાતે પીએમ મોદી ના જન્મ દિવસ નિમિતે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આવાસ યોજનાના લાભાર્થીઓ જોડાયા હતા.
 વરસાદી વાતાવરણમાં અને વરસાદમાં ભીંજાતા ભીંજાતા લાભાર્થીઓ હાથમા તિરંગો લઈ અંબાજી નગરમાં નગરયાત્રા કરતાં જોવા મળ્યા હતા. આ તિરંગા યાત્રામાં બાળકો-મહિલાઓ- યુવાનો-વૃદ્ધો સૌ કોઇ  મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા કુંભારીયા થી અંબાજી મંદિર સુધી યોજાઇ હતી. વરસાદમાં ભીંજાતા-ભીંજાતા પણ લોકોએ આ યાત્રામાં ભાગ લીધો હતો.
અંબાજી માંગલ્ય વન પાસે  બીપીએલ કાર્ડ ધારક લોકો મોટી સંખ્યામાં પીએમ આવાસ યોજનાનાના આવાસોમાં  વસવાટ કરે છે.  જે બધા લોકો કુંભારિયા થી શક્તિદ્વાર સુઘી સાથે મળીને આદરણીય, પ્રધાનમંત્રીનો જન્મદિવસ ઉજવવા માટે આ યાત્રામાં જોડાયા હતા..
રેલીમાં જોડાનારા લોકોએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીશ્રી આપણા દેશ અને દેશના લોકોના કલ્યાણ માટે તમારુ સમર્પણ ખૂબજ પ્રશંસા પાત્ર છે. તમારા બધા લક્ષ્યોને હાંસલ કરવા માટે મા અંબા આપને શક્તિ આપે અને આપ શ્રીનું આરોગ્ય સારુ રહે તે માટે અમે સૌ મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.  અમારા સૌ તરફ થી આપ શ્રી ના જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.
Tags :
beneficiariesbirthdayPM Awas YojanaPrime MinisterVoiceWishes
Next Article