Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ ભગવતપરામાં પૂર્વના નણંદ -ભોજાઈ વચ્ચે મારામારી સર્જાઈ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલના ભગવતપરા ઘોઘાવદર રોડ પટેલ વાડી વિસ્તારમાં રહેતા અને ઘરકામ સાથે મહિલા મંડળ લોનનું કામકાજ કરતા નણંદ અને ભોજાઈ વચ્ચે ઝઘડો થયો હતો, બંને વચ્ચે મારા મારી થયા બાદ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપતા સામસામે...
ગોંડલ ભગવતપરામાં પૂર્વના નણંદ  ભોજાઈ વચ્ચે મારામારી સર્જાઈ
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલના ભગવતપરા ઘોઘાવદર રોડ પટેલ વાડી વિસ્તારમાં રહેતા અને ઘરકામ સાથે મહિલા મંડળ લોનનું કામકાજ કરતા નણંદ અને ભોજાઈ વચ્ચે ઝઘડો થયો હતો, બંને વચ્ચે મારા મારી થયા બાદ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપતા સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ભગતપરા ખાતે રહેતા નયનાબેન મનીષભાઈ પરમારે ભગવતપરામાં જ રહેતા તેમના ભાભી હંસાબેન દલસાણીયા સામે ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ 323, 504, મુજબ કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

ફરિયાદમાં નયનાબેને જણાવ્યું હતું કે તેમનો મોટો પુત્ર શુભમ લોનનો હપ્તો ભરવા જઈ રહ્યો હતો ત્યારે હંસાબેન સામે મળ્યા હતા ત્યારે શુભમને રોકી ગાળાગાળી કરી હતી. બાદમાં તેઓ ત્યાં પહોંચતા તેમની સાથે પણ ઝઘડો કરી માર માર્યો હતો .

જ્યારે સામે પક્ષે હંસાબેન હરિભાઈ દલસાણીયા એ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે તેના પ્રથમ લગ્નની પુત્રી આરોહીનો કબજો કોર્ટના હુકમથી મેળવેલ હતો જે તેમના પૂર્વ નણંદને સારું નહીં લાગતા ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

Tags :
Advertisement

.

×