ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલમાં એસટી બસના ચાલકે વૃદ્ધને અડફેટે લીધા, ટોળુ મેથી પાક આપશે તે બીકે નદીમાં લગાવી દીધી છલાંગ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  હાદસો કા શહેર ગણાતા ગોંડલમાં કઈક નીત નવું બનતું જ રહેતું હોય છે ત્યારે પાંજરા પોળ ગોંડલી નદીના પુલના છેડે પાટલી ઉપર બેસેલા વૃદ્ધને ગોંડલ કમર કોટડા રૂટની એસટી બસના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધ...
03:39 PM Jul 31, 2023 IST | Vishal Dave
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  હાદસો કા શહેર ગણાતા ગોંડલમાં કઈક નીત નવું બનતું જ રહેતું હોય છે ત્યારે પાંજરા પોળ ગોંડલી નદીના પુલના છેડે પાટલી ઉપર બેસેલા વૃદ્ધને ગોંડલ કમર કોટડા રૂટની એસટી બસના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધ...

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

હાદસો કા શહેર ગણાતા ગોંડલમાં કઈક નીત નવું બનતું જ રહેતું હોય છે ત્યારે પાંજરા પોળ ગોંડલી નદીના પુલના છેડે પાટલી ઉપર બેસેલા વૃદ્ધને ગોંડલ કમર કોટડા રૂટની એસટી બસના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. અલબત બસ ચાલકને એકઠા થયેલા લોકો નું ટોળું મેથીપાક આપશે તેવી બીક લાગતા તેને ગોંડલી નદીના પાણીમાં ઝંપલાવી દીધું હતું સદનસીબે ફાયર સ્ટાફે તેને સ્મશાન પાસેથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ફિલ્મી સ્ટાઇલમાં ડ્રાઈવર નદીમાં કુદયો

ગોંડલ કમરકોટડા રૂટની એસટી બસ ડ્રાઇવર પ્રવીણભાઈ ભલાભાઈ કોચરા ઉ.વ.40 રહે માંડણકુંડલા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાંજરાપોળ નજીક ગોંડલી નદીના છેડે પાટલી પર બેઠેલા અસલ્મભાઈ અબ્દુલભાઇ શેખ ઉ.વ.58 રહે ગોંડલ વાળાને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અસ્લમ ભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ જતા અને એકઠું થયેલ ટોળુ ડ્રાઇવરને મેથીપાક આપશે તેવી બીક લાગતા ડ્રાઇવર પ્રવીણભાઈએ બસ મૂકી ફિલ્મી સ્ટાઇલમાં નદીના પાણીમાં ઝંપલાવી દીધુ હતું.. ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમને થતા ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ડ્રાઇવરને નદીના પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા

આમ ટોળાની મારથી બચવા માટે નદીમાં ઝંપલાવનાર ડ્રાઇવરનો જીવ બચાવી લેવાયો હતો

Tags :
beat upFoodGondaljumpedMobbedOld manriverST Bus Driver
Next Article