વીતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10256 કેસ નોંધાયા
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની લડાઈ હજુ પણ ચાલી રહી છે. ભારતમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ લોકોની સમસ્યાઓ યથાવત છે. આજે ફરી કોરોનાના નવા કેસ 10 હજારને પાર રહ્યા છે, જોકે ગુરુવારની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં કોવિડ-19ના 10,256 નવા કેસ નોંધાયા છે. ગુરુવારે, કોરોનાવાયરસના 10,725 નવા કેસ નોંધાયા હતા.કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં ઘàª
04:22 AM Aug 26, 2022 IST
|
Vipul Pandya
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની લડાઈ હજુ પણ ચાલી રહી છે. ભારતમાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ લોકોની સમસ્યાઓ યથાવત છે. આજે ફરી કોરોનાના નવા કેસ 10 હજારને પાર રહ્યા છે, જોકે ગુરુવારની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં કોવિડ-19ના 10,256 નવા કેસ નોંધાયા છે. ગુરુવારે, કોરોનાવાયરસના 10,725 નવા કેસ નોંધાયા હતા.
કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોનાના સક્રિય કેસ હવે ઘટીને 90,707 પર આવી ગયા છે. અગાઉ ગુરુવારે, સક્રિય કેસ 94,047 હતા. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 527556લોકોના મોત થયા છે.
Next Article