દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 13,734 નવા કેસ, એક્ટિવ કેસ 1,39,792
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે આ કેસમાં ઘટાડો થતા સરકાર અને તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો હશે. સોમવારે જ્યારે દેશમાં કોરોનાના કેસ 16,464 નોંધાયા હતા, ત્યારે તેની સરખામણીએ આજે કેસમાં ઘટાડો થયો છે. વળી આજે ગઇકાલની સરખામણીએ મોતના આંકમાં પણ ઘટાડો થયો છે. દેશમાં આજે કોરોનાના 13,734 નવા કેસ નોંધાયા છે.દેશમાં સતત બીજા દિવસે દૈનિક કોરોનાના કેસમાં ઘટાડà«
04:43 AM Aug 02, 2022 IST
|
Vipul Pandya
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે આ કેસમાં ઘટાડો થતા સરકાર અને તંત્રએ થોડો રાહતનો શ્વાસ લીધો હશે. સોમવારે જ્યારે દેશમાં કોરોનાના કેસ 16,464 નોંધાયા હતા, ત્યારે તેની સરખામણીએ આજે કેસમાં ઘટાડો થયો છે. વળી આજે ગઇકાલની સરખામણીએ મોતના આંકમાં પણ ઘટાડો થયો છે. દેશમાં આજે કોરોનાના 13,734 નવા કેસ નોંધાયા છે.
દેશમાં સતત બીજા દિવસે દૈનિક કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આજે સતત ત્રીજા દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,734 નવા કેસ નોંધાયા છે, જ્યારે 34 લોકોના મોત થયા છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા હતા જ્યારે 45 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 2,730 નો ઘટાડો થયો છે. વળી મોતના આંકમાં પણ ઘટાડો થયો છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 13,734 નવા કેસ નોંધાયા છે જ્યારે 34 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1,39,792 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4197 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા આંકડા આવ્યા બાદ આ વાયરસના ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 4,40,50,009 થઈ ગઈ છે. જ્યારે તેના કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,26,430 થઈ ગઈ છે. વળી, કુલ રિકવરી વધીને 4,33,83,787 થઈ ગઈ છે. દેશનો રિકવરી રેટ 98.49 ટકા છે.
Next Article