દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 19,893 નવા કેસ, 53 દર્દીઓના થયા મોત
દેશમાં સતત કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એક દિવસ પહેલા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે ગઇકાલ અને આજે આ કેસમાં વધારો જોવા મળતા તંત્ર પણ ફફડી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,893 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,40,87,037 થઈ ગઈ છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે હજુ પણ ચિંતાના સમાચાર છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાન
04:47 AM Aug 04, 2022 IST
|
Vipul Pandya
દેશમાં સતત કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એક દિવસ પહેલા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે ગઇકાલ અને આજે આ કેસમાં વધારો જોવા મળતા તંત્ર પણ ફફડી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,893 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,40,87,037 થઈ ગઈ છે.
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે હજુ પણ ચિંતાના સમાચાર છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં આજે પણ દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના 19 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 19,893 નવા કેસ નોંધાયા છે, જ્યારે 53 લોકોના મોત થયા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 5,26,530 થઈ ગયો છે. આ પહેલા બુધવારે દેશમાં કોરોના વાયરસના 17,135 નવા કેસ નોંધાયા હતા જ્યારે 47 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 2758 નો વધારો થયો છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 19,893 નવા કેસ નોંધાયા છે જ્યારે 53 લોકોના મોત થયા છે. આ દરમિયાન 20,419 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,36,478 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 579 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 44,087,037 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 43,424,029 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 5,26,530 લોકોના મોત થયા છે. રસીકરણ વિશે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 38,20,676 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,05,22,51,408 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
Next Article