આયુર્વેદીક દવાના નામે નશાનો વેપલો, 15 હજાર નશાકારક સીરપ સાથે એક આરોપી ઝડપાયો
દ્વારકા જિલ્લામાંથી 25 લાખ રૂપિયાથી વધુની કિંમતની આયુર્વેદીક દવાના નામે વેચાતી નશાની બોટલો ઝડપાઈ છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંમાંથી આ નશાની સિરપનો જથ્થો ઝડપાયો. અત્રે ઉલેખનીય છે કે બે દિવસ પેહલા આ નશાકારક શિરપના તાર અમદાવાદ સુધી પહોંચ્યા હતા...ત્યારે ફરી...
11:32 AM Aug 07, 2023 IST
|
Vishal Dave
દ્વારકા જિલ્લામાંથી 25 લાખ રૂપિયાથી વધુની કિંમતની આયુર્વેદીક દવાના નામે વેચાતી નશાની બોટલો ઝડપાઈ છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંમાંથી આ નશાની સિરપનો જથ્થો ઝડપાયો.
અત્રે ઉલેખનીય છે કે બે દિવસ પેહલા આ નશાકારક શિરપના તાર અમદાવાદ સુધી પહોંચ્યા હતા...ત્યારે ફરી ખંભાળિયા તાલુકાના ભાણવરી પાટીયા પાસે એક ગોદામમાંથી ગેરકાયદેસર નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો..પોલીસે 15000 નશાકારક સીરપની બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડયો... નશાની આ બોતલોની કિંમત 25 લાખથી વધુ થતી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
Next Article