ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નેત્રંગ તાલુકામાં વણખૂટા ગામમાં કુદરતી હાજતે ગયેલ બાળકને દીપડાએ ફાડી નાખતા મોત

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામ ખાતે કુદરતી હાજતે ગયેલ 9 વર્ષીય બાળક પર  દીપડા હુમલો કરી ફાડી ખાતા કમકમાટી ભર્યુ મોત નીપજાવ્યું હતું.. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર...
03:51 PM Sep 03, 2023 IST | Vishal Dave
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામ ખાતે કુદરતી હાજતે ગયેલ 9 વર્ષીય બાળક પર  દીપડા હુમલો કરી ફાડી ખાતા કમકમાટી ભર્યુ મોત નીપજાવ્યું હતું.. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર...

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વણખૂંટા ગામ ખાતે કુદરતી હાજતે ગયેલ 9 વર્ષીય બાળક પર  દીપડા હુમલો કરી ફાડી ખાતા કમકમાટી ભર્યુ મોત નીપજાવ્યું હતું..

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર દીપડા ઓ જોવા મળતા હોય છે, કેટલાક દીપડાઓ માનવ ભક્ષી તો કેટલાક દીપડા શાંત સ્વભાવના હોવાનું કહેવાય છે, જોકે એક આદમ ખોર દીપડાના આતંકના કારણે વણખૂટા ગામના માસૂમ  બાળકે જીવ ગુમાવ્યો છે.. નેત્રંગ તાલુકા ના વણખુંટા ગામના નિશાળ ફળિયા પાસે રહેતા 9 વર્ષીય શૈલૈયાભાઈ દેવેન્દ્રભાઈ વસાવા ગત સાંજના સમયે ગામની સીમમાં કુદરતી હાજતે ગયો હતો, તે દરમ્યાન અચાનક ત્યાં આદમ ખોર દીપડો આવી પહોંચ્યો હ્તો, અને સૈલૈયાને ખેંચીને જાલીકુવા ટેકરી વાળી સીમમાં લઈ જઈ ફાડી ખાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,..

ઘટના અંગેની જાણ ગ્રામજનોને થતા તેઓએ તેના પરિવાર અને પોલીસ સહિત ઝઘડિયા ફોરેસ્ટ ને જાણ કરી બાળક ની શોધખોળ હાથ ધરી હતી .જે બાદ જંગલ વિસ્તારમાંથી મૃત હાલતમાં બાળક મળી આવતા નેત્રંગ પોલીસે બાળક ની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી...

આદમખોર દીપડાની દહેશતના પગલે  સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગ દીપડાને ક્યારે પાંજરે પૂરવામાં સફળ થાય છે તે જોવું રહ્યું..

Tags :
attackchilddiedleopardmauledVankhota village. Netrang taluka
Next Article