ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉનાના સિમર બંદરના માછીમારોની વધી મુશ્કેલી, પહેલા દિવ પ્રશાસને ખદેડ્યા હવે સિંચાઇ વિભાગે આપી નોટિસ

અહેવાલઃ ભાવેશ ઠાકોર, ગીર-સોમનાથ ઉના તાલુકાનું સિમર બંદર કે જે સદીઓથી બહુ મોટું નામ ધરાવે છે.  મૂઘલો, અગ્રેજો અને પોર્ટુગીઝોના શાસનથી અત્યાર સુધી ઉના તાલુકાનું આ સિમર બંદર જગ વિખ્યાત રહ્યું છે. આ ઉનાનું એક એવું બંદર છે જ્યાં વર્ષોથી...
02:26 PM Sep 17, 2023 IST | Vipul Pandya
અહેવાલઃ ભાવેશ ઠાકોર, ગીર-સોમનાથ ઉના તાલુકાનું સિમર બંદર કે જે સદીઓથી બહુ મોટું નામ ધરાવે છે.  મૂઘલો, અગ્રેજો અને પોર્ટુગીઝોના શાસનથી અત્યાર સુધી ઉના તાલુકાનું આ સિમર બંદર જગ વિખ્યાત રહ્યું છે. આ ઉનાનું એક એવું બંદર છે જ્યાં વર્ષોથી...
અહેવાલઃ ભાવેશ ઠાકોર, ગીર-સોમનાથ
ઉના તાલુકાનું સિમર બંદર કે જે સદીઓથી બહુ મોટું નામ ધરાવે છે.  મૂઘલો, અગ્રેજો અને પોર્ટુગીઝોના શાસનથી અત્યાર સુધી ઉના તાલુકાનું આ સિમર બંદર જગ વિખ્યાત રહ્યું છે. આ ઉનાનું એક એવું બંદર છે જ્યાં વર્ષોથી માછીમારો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આજે આ માછીમારો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના બે વિભાગના કારણે મુશ્કેલીમાં મુકાયા છે..  અહી વસતા માછીમારો હવે બે ઘર થવાની તૈયારીમાં છે.
ઉના નજીક આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની અમુક જમીન પોર્ટુગીઝ શાસન સમય થી સિમર બંદરમાં આવેલી છે. અને ત્યાં વર્ષોના વર્ષો સુધી લોકો વસવાટ કરીને માછીમારી કરી રહ્યા હતા અને એ લોકો દીવના નાગરિક ગણાતા હતા અને દીવના લોકોને મળતી તમામ સવલતો પણ એ પરિવારોને મળતી હતી પરંતુ અચાનક 2016માં આ તમામ પરિવારોના નામ દીવમાંથી કમી કરી નાખવામાં આવ્યા હતા અને તેના રહેઠાણો પર માત્ર 2 દિવસ માં બુલ્ડોઝર ફેરવીને જમીન ખાલી કરાવી નાંખવામાં આવી હતી.. ત્યારથી  આ પરિવારો સિમર બંદર માં જ ગુજરાત સરકારના સિંચાઇ વિભાગની જમીનમાં રહે છે, અને માછીમારી કરે છે. ત્યારે સિંચાઇ વિભાગે આવતા બે દિવસ માં આ જગ્યા પણ ખાલી કરવાની નોટિસ આપતા આ 2500 થી વધુ લોકો હવે ક્યાં જશે તે સવાલ ઊભો થયો છે. સિમર બંદર ભોગોલિક રીતે પણ માછીમારી માટે મહત્વ નું છે. ભૂતકાળમાં એક મોટો ખાનગી ઉદ્યોગ પણ અહી આવવાની હતો પરંતુ સંજોગોવસાત તે કોડીનારમાં જતો રહ્યો.
સવાલ એ પણ ઊભો થાય છે દીવ ને આ જમીન આપી ને કોઈ ફાયદો થવાનો નથી કેમ કે સિમર અને દીવ વચ્ચે વીસ કિલોમીટર નું અંતર છે સાથે આ જમીન આપી દેવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક લાખ થી વધુ લોકોની રોજગારી પર અસર થશે અને લોકો રોજગાર વગર ના થશે. સિમર ની એક બાજુ દીવ ની જમીન છે તો બીજી તરફ ફોરેસ્ટ ની જમીન છે ત્યારે માત્ર આ 13 એકર જમીન જ સિમરને બંદર તરીકે ચાલુ રાખશે. જો આ જગ્યા ચાલી જાય તો સિમર બંદર કાયમી માટે બંધ થઈ અને ઈતિહાસમાં દર્જ થઈ જશે. ત્યારે સરકારે દીવ ની આસપાસ માં આવેલ ગુજરાત ની જમીન માંથી તેને ટુકડો આપી ને સિમર બંદર ને બચાવી લેવું જોઈએ. જેવી માંગી માછીમાર અગ્રણી ઓ અને એજન્સીઓ કરી રહ્યા છે.
એક તરફ ગુજરાત ના તમામ બંદરો ના વિકાસ કામો પૂરજોશ માં હાથ ધરાઇ રહ્યા છે ત્યારે ઉના તાલુકાનું એક આખું બંદર જ બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકાર આનો વહેવારિક ઉકેલ લાવે તેવી લોકો ની માંગણી છે.
Tags :
diva administrationfishermenIrrigation DepartmentnoticeSimar portUna
Next Article