America Earthquake: જાપાન અને તાઈવાન બાદ અમેરિકાના શહેરોમાં વિનાશકારી ભૂકંપના આંચકા નોંધાયા
America Earthquake: આજરોજ તાઈવાન અને જાપાન બાદ અમેરિકા (America) માં ભૂકંપ (Earthquake) ના વિશાળ આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ (Earthquake) ન્યૂ યોર્ક (New York) અને ન્યૂ જર્સી (New Jersey) માં આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી (6.21 માઇલ) નીચે હતું. જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. અહેવાલો અનુસાર, ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો હતો.
An earthquake of magnitude 5.5 struck New York and New Jersey. The quake was at a depth of 10 kilometres (6.21 miles)reports Reuters citing the European Mediterranean Seismological Centre
— ANI (@ANI) April 5, 2024
એક આંતરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, ન્યૂ યોર્ક (New York) માં વહેલી સવારે રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતા સાથે ભયાવહ ભૂકંપ (Earthquake) ના આંચકા અનુભવાયા હતા. તેના કારણે ન્યૂ યોર્કની મોટાભાગની ઈમારતો અને નિવાસસ્થાનો એકા એક હલવા લાગ્યા હતા. લોકો તાત્કાલિક ધોરણે જાહેર માર્ગ પર આવી ગયા હતા. ચારેય બાજુ પર ભાયાવહ માહોલ સર્જાય ગયો હતો. જોકે યૂરોપીય ભૂમધ્યસાગરના ભૂકંપ (Earthquake) વિજ્ઞાન કેન્દ્રે શરૂઆતમાં 5.5 ભૂકંપ (Earthquake) ના આંચકા જાહેર કર્યા હતા.
❗Update: #Earthquake (#sismo) M4.8 occurred 18 mi W of #Plainfield (New Jersey) 37 min ago (local time 10:23:20). Info at:
📱https://t.co/IbUfG7TFOL
🌐https://t.co/wErQf69jIn
🖥https://t.co/krqkTrj8eS pic.twitter.com/Xvggzkwq7P— EMSC (@LastQuake) April 5, 2024
જોકે આંતરાષ્ટ્રીય સોશિયલ મીડિયા અને ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ભૂકંપના આંચકા ન્યૂ યોર્ક (New York) , ન્યૂ જર્સી (New Jersey) , ઉત્તરી પેંસિલ્વેનિયા (Northern Pennsylvania) અને પશ્ચિમી વિસ્તારમાં નોંધાયા હતા. ભૂકંપના આંચકા સતત 30 સેકેન્ડ સુધી અનુભવાયા હતા.
આ પણ વાંચો: Vadodara MD Drugs: શું વડોદરા ગેટ વે ઓફ Drugs સિટી બની રહ્યું ? વધુ એકવાર વડોદરામાંથી….
આ પણ વાંચો: Mahesana : નરાધમ પિતાએ 6 માસ સુધી દિકરી પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: Bharuch Crime Case: લૂંટેરી દુલ્હનના ચક્કરમાં આધેડે એક યુવકને જીવતો સળગાવ્યો