Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહાદેવ એપ કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી,દુબઈમાં રવિ ઉપ્પલની કરાઈ અટકાયત

મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી છે. રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં...
મહાદેવ એપ કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી દુબઈમાં રવિ ઉપ્પલની કરાઈ અટકાયત
Advertisement

મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી છે. રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી હતી. અને EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.

રવિ ઉપ્પલની સાથે બે અન્ય લોકોની પણ અટકાયત

Advertisement

મહાદેવ બુક એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અન્ય દેશોમાં આ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રહેવાસી ચંદ્રાકર અને તેના સહયોગી રવિ ઉપ્પલ દુબઈ તેને ચલાવે છે. બંને સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.

Advertisement

EDના અધિકારીઓ દુબઈના અધિકારીઓના સંપર્કમાં

ભારત સરકારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સહિત અનેક ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટો સામે કડક કાર્યવાહી કરી છે જેમાં મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.

બંને સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ હતું

છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ ઉપરાંત ED દ્વારા કથિત ગેરકાયદે સટ્ટાબાજી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલની તપાસ કરવામાં આવી રહી છે. ફેડરલ પ્રોબ એજન્સીએ ઓક્ટોબરમાં ઉપ્પલ અને ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે છત્તીસગઢના રાયપુરમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ વિશેષ કોર્ટ સમક્ષ મની લોન્ડરિંગ ચાર્જશીટ દાખલ કરી હતી. EDની વિનંતીના આધારે ઇન્ટરપોલ દ્વારા પાછળથી રેડ નોટિસ જારી કરવામાં આવી હતી. મહાદેવ એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે જેના પગલે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ અન્ય દેશોમાં આ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રહેવાસી ચંદ્રાકર અને તેના સહયોગી રવિ ઉપ્પલ દુબઈ તેને ચલાવે છે. બંને સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ હતું.

ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો

મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ED મહાદેવ બુકી એપની તપાસ કરી રહી છે. દરમિયાન, 2 નવેમ્બરના રોજ, EDને બાતમી મળી હતી કે 7 અને 17 નવેમ્બર 2023ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાદેવ એપના પ્રમોટરો દ્વારા મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ લઈ જવામાં આવી રહી છે. ઇડીએ હોટેલ ટ્રાઇટન અને અન્ય સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન ઇડીએ 5 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. આ દરમિયાન EDએ અસીમ દાસની ધરપકડ કરી હતી. અસીમ દાસે સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલ ભંડોળ મહાદેવ એપ પ્રમોટર્સ દ્વારા છત્તીસગઢ રાજ્યમાં આગામી ચૂંટણી ખર્ચ માટે રાજકારણી 'બઘેલ'ને આપવા માટે ગોઠવવામાં આવ્યું હતું. EDએ મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતા પણ શોધી કાઢ્યા છે જેમાં 15.59 કરોડ રૂપિયાની બાકી રકમ ફ્રીઝ કરવામાં આવી છે.

આ પણ વાંચો-કલમ 370 પર SCના નિર્ણય બાદ ચીને કહ્યું કે…ભારત-પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ

Tags :
Advertisement

.

×