Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISRAEL HAMAS WAR : માતૃભૂમિ કાજે આપ્યું પ્રાણનું બલિદાન, યુદ્ધભૂમિમાં ઉતરી વીરાંગના

છેલ્લા 33 દિવસથી ચાલી રહેલું હમાસ અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલની સેનાની એક મહિલા સૈનિક રોઝ લુબિનની સરેઆમ 16 વર્ષના કિશોરે ચાકુ મારીને હત્યા કરી નાંખી છે. રોઝ 2019માં અમેરિકાથી ઈઝરાયેલ આવી હતી અને 2022માં તે ઈઝરાયેલી સેનામાં સામેલ થઈ...
israel hamas war    માતૃભૂમિ કાજે આપ્યું પ્રાણનું બલિદાન  યુદ્ધભૂમિમાં ઉતરી વીરાંગના
Advertisement

છેલ્લા 33 દિવસથી ચાલી રહેલું હમાસ અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલની સેનાની એક મહિલા સૈનિક રોઝ લુબિનની સરેઆમ 16 વર્ષના કિશોરે ચાકુ મારીને હત્યા કરી નાંખી છે. રોઝ 2019માં અમેરિકાથી ઈઝરાયેલ આવી હતી અને 2022માં તે ઈઝરાયેલી સેનામાં સામેલ થઈ હતી. તે અન્ય બે સૈનિકો સાથે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેના પર ચાકુ વડે હુમલો થયો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં હોસ્પિટલમાં ઈઝરાયેલની મહિલા સૈનિક રોઝ લુબિનનું મોત નીપજ્યું

રોઝ ઓટાફ વિસ્તારના કિબુત્ઝમાં રહેતી હતી. સાત ઓકટોબરે હમાસે આતંકી હુમલો કર્યો ત્યારે તેણે બહાદુરીપૂર્વક હમાસના આતંકીઓનો સામનો કરીને કિબુત્ઝના મુખ્ય પ્રવેશ દ્વારની રક્ષા કરી હતી. જેથી આતંકીઓ અંદર ના પ્રવેશી શકે. આ અથડામણ પછી પણ તે હમાસ સામેના ઓપરેશનમાં સામેલ થવા માટે ઈચ્છુક હતી અને તેણે આરામ કરવાની ઓફર પણ ઠુકરાવી દીધી હતી. રોઝના માતા પિતા તેમજ ચાર ભાઈ બહેનો અમેરિકાના જ્યોર્જિયામાં રહે છે. તે એકલી જ ઈઝરાયેલ આવી હતી અને ગત વર્ષે જ સેનામાં જોડાઈ હતી.

Advertisement

Advertisement

આતંકીને ખતમ કરવા તત્પર રહેતી રોઝ લુબિન

ઈઝરાયેલી સેનાના અધિકારીના જણાવ્યા પ્રમાણે રોઝ હંમેશા કોઈ પણ મિશન કે ઓપરેશનમાં ભાગ લેવા માટે તત્પર રહેતી હતી. તેણે ફિટનેસ ટ્રેનર તરીકેનો પણ કોર્સ કર્યો હતો. તેના પિતાએ જ્યારે મળવા આવ્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે, મારી દીકરી ઈઝાયેલમાં જ રહેવા માંગે છે અને હવે તેને અહીંથી અ્મેરિકા પાછી લઈ જવી શક્ય નથી. તેના સબંધીઓએ સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, રોઝે પોતાના કિબુત્ઝમાં રહેતા બે બાળકોને પણ દત્તક લીધા હતા અને ઈઝરાયેલની રક્ષા કરવાનુ સપનુ લઈને તે અમેરિકાથી ઈઝરાયેલ આવીને અહીંયા સ્થાયી થઈ હતી. અમારા માટે તેનુ નિધન ક્યારેય ના પૂરાય તેવી ખોટ સાબિત થશે.

રોઝ લુબિન અમેરિકા છોડી ઈઝરાયલ પહોંચ્યા

2019 માં, રોઝે યુએસએના જ્યોર્જિયામાં તેનું ઘર છોડી દીધું. તેના માતા-પિતા અને ચાર નાના ભાઈ-બહેનોને અલવિદા કહ્યું અને એકલી ઈઝરાયેલ ગઈ. તેણીએ યહૂદી એજન્સીની કિબુટ્ઝ એસડી એલિયાહુમાં અભ્યાસ કર્યો અને જાન્યુઆરી 2022 માં IDFમાં જોડાયો. ઈઝરાયેલની લાગણી તેની અંદર બળી ગઈ. રોઝ લુબિનના પિતાએ જણાવ્યું હતું કે, મારી છોકરી ત્યાં જ રહેવા માટે મક્કમ છે, તે તેના આત્મા સાથે લડી રહી છે અને તેણે તેનું મન બનાવી લીધું છે, તેણે ઇઝરાયેલ સાથે રહેવું જોઈએ. તેને રોકવું શક્ય નથી.

આ  પણ  વાંચો -જાણો શા માટે આ મુસ્લિમ દેશે અમેરિકાને આપી ચેતવણી, કહ્યું- કહ્યું- અમને ધમકાવશો નહીં

Tags :
Advertisement

.

×