Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mountaineer William Stampfl: 22 વર્ષ પહેલા લાપતા થયેલો પર્વતારોહક Glaciers પીગળવાથી મળી આવ્યો

Mountaineer William Stampfl: Peru ની પોલીસ અને માઉન્ટેન રેસ્ક્યૂ અધિકારીઓએ મળીને અમેરિકાના એક પર્વતારોહકનો મૃતદેહ શોધી કાઢ્યો છે. આ વ્યક્તિ આજથી આશરે 22 વર્ષ પહેલા લાપતા થયો હતો. આ મૃતદેહ Peru ના સૌથી ઊંચા બરફના પર્વત પરથી મળી આવ્યો છે....
mountaineer william stampfl  22 વર્ષ પહેલા લાપતા થયેલો પર્વતારોહક glaciers પીગળવાથી મળી આવ્યો
Advertisement

Mountaineer William Stampfl: Peru ની પોલીસ અને માઉન્ટેન રેસ્ક્યૂ અધિકારીઓએ મળીને અમેરિકાના એક પર્વતારોહકનો મૃતદેહ શોધી કાઢ્યો છે. આ વ્યક્તિ આજથી આશરે 22 વર્ષ પહેલા લાપતા થયો હતો. આ મૃતદેહ Peru ના સૌથી ઊંચા બરફના પર્વત પરથી મળી આવ્યો છે. ત્યારે આ વર્ષે વધુ પડતી ગરમી પડવાના કારણે glacier પીગળ્યો હતો. તેના કારણે આ મૃતદેહ મળી આવ્યો છે. જોકે આ મૃતદેહની હાલત પ્રાચીન મમી જેવી થઈ ગઈ છે.

  • Peru નો સૌથી મોટો પર્વત Huascaran છે

  • Glaciers છેલ્લા દસ વર્ષથી સતત પીગળી રહ્યું

  • તમામ Glaciers માંથી 56 ટકા પીગળી ગયા છે

તો આ મૃતદેહ પર પર્વતારોહક તરીકે પહેરવામાં આવતા કપડા પણ શરીર ઉપર જોવા મળ્યા હતાં. તો આ અમેરિકન પર્વતારોહકનું નામ William Stampfl છે. તો William Stampfl ની મોતની પાછળનું કારણ હિમસ્ખલન માનવામાં આવી રહ્યું છે. તો William Stampfl નું હિમસ્ખનની વચ્ચે ફસાઈ જવાને કારણે તેનું મોત થયું હશે. જોકે Peru નો સૌથી મોટો પર્વત Huascaran છે. આ પર્વત આશરે 6768 મીટર ઊંચો છે.

Advertisement

Glaciers છેલ્લા દસ વર્ષથી સતત પીગળી રહ્યું

Advertisement

તો William Stampfl નો મૃતદેહ 5 જુલાઈના રોજ 5200 મીટરની ઊંચાઈ પરથી મળી આવ્યો હતો. એટલે કે જમીનથી 17,060 ફૂટ પર. અહીં ગ્લોબલ વોર્મિંગના કારણે Glaciers ઝડપથી પીગળી રહ્યું છે. આ Glaciers છેલ્લા દસ વર્ષથી સતત પીગળી રહ્યું છે. આ Glaciersનું કદ ઘટી રહ્યું છે. Huascaran National Park ના રેન્જર એડસન રામિરેઝે જણાવ્યું હતું કે વધુ પડતી ગરમીને કારણે Glaciers જોખમમાં મૂકાય છે.

તમામ Glaciers માંથી 56 ટકા પીગળી ગયા છે

ત્યારે જેમ જેમ Glaciers પીગળશે તેમ તેમ તેમાં વર્ષો પહેલા દટાયેલી વસ્તુઓ, જીવો અને પ્રાણીઓ બહાર આવશે. એક અહેવાલ મુજબ, Peru માં વિશ્વના ઉષ્ણકટિબંધીય હિમનદીઓનો 65 ટકા હિસ્સો છે. આ પીગળવાનું સૌથી વધુ જોખમ પણ છે. Peru વિયન સરકાર અનુસાર, છેલ્લા છ દાયકામાં તેમના તમામ Glaciers માંથી 56 ટકા પીગળી ગયા છે. મોટાભાગના હિમનદીઓ કોર્ડિલરા બ્લેન્કામાં છે.

આ પણ વાંચો: Earth Rotation Video: વૈજ્ઞાનિકોનું કહેલું સાબિત થયું સત્ય, જુઓ ગોળ ફરતી ધરતીનો વિડીયો

Tags :
Advertisement

.

×