Tuscany Mountain News: અહીંયા માત્ર 90 રૂપિયામાં જ ઘર મળે છે, ઈચ્છુક વ્યક્તિ કરો આટલું....
Tuscany Mountain News: હાલના, જમાનામાં પૈસાથી દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકાય અને દુનિયા કોઈ પણ ખૂણે પહોંચી શકાય છે. તો દરેક વ્યક્તિના જીવન દરમિયાન કોઈ એવા સ્થળની તો જરૂર મુલાકાત કરતો હોય છે. જે સ્થળને જોઈને તેને અનુભવ કે ઈચ્છા થાયા છે, કે કાશ આ સ્થળ, શહેર, ગામ કે પર્વત પર એક નાનું ઘર બનાવાની કાયમ માટે વસવાટ કરુ. કારણ કે... તેની પાછળનું મુખ્ય કારણએ હોય છે કે, આવા સ્થળ પર શાંતિ, સુકુન અને અહ્લાદક સૌંદર્ય હોય છે.
લોકો સ્થળાંતર કરીને અન્ય શહેરોમાં વસી રહ્યા છે
Tuscany Mountains માં ઘર ખરીદવા પર આ ઠરાવ
કિંમત 1 પૂરો એટલે કે 90 રુપિયા રાખવામાં આવી
તો Italy માં એક એવો વિસ્તાર આવેલો છે, જે કુદરતી સૌંદર્યથી રોશન છે. જોકે આ વિસ્તાર Italy ના મુખ્ય પહાડી વિસ્તારમાનો એક ગણવામાં આવે છે. તો Italy ના Tuscany Mountains ક્ષેત્ર હાલમાં સૌથી ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે... Italy ની સરકાર Tuscany Mountains માં રહેવા માટે કોઈ પણ વ્યક્તિને પૈસા પણ સામે આપી રહી છે. તેની પાછળનું કારણએ કે અહીંછી લોકો સ્થળાંતર કરીને અન્ય શહેરોમાં વસી રહ્યા છે. તે ઉપરાંત Tuscany Mountains માં જન્મદર પણ ના બરાબર છે.
Tuscany Mountains માં ઘર ખરીદવા પર આ ઠરાવ
*Italy is ready to pay €32,000 to anyone who moves to Tuscany — Forbes*
The newcomers will be given a choice of 76 towns with beaches or in the mountains, as well as help with home furnishing. pic.twitter.com/YzCiWiQS9n
— UPDON TV (@UPDONTVNEWS) July 5, 2024
Italy ના Tuscany Mountains માં રહેવા માટે Residency in the mountains 2024 નામનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. તેના અંતર્ગત જો કોઈ વ્યક્તિ Tuscany Mountains માં રહેવા માટે ઘર ખરીદે છે, તો તેને સરકાર તરફથી 9 થી 27 લાખ રુપિયા આપવામાં આવી રહ્યા છે. કારણ કે... Tuscany Mountains માં જે વિસ્તારમાં ઘર ખરીદવા પર આ ઠરાવ બહાર પાડ્યો છે. તે વિસ્તારમાં માત્ર 119 લોકો રહી રહ્યા છે. તે ઉપરાંત Italy ના સૌથી સુંદર સ્થળો પૈકી Tuscany Mountains નું નામ મોખરે આવે છે.
કિંમત 1 પૂરો એટલે કે 90 રુપિયા રાખવામાં આવી
બીજી તરફ સરકારે Tuscany Mountains માં વસ્તી વધારો કરવા માટે એ યોજના પણ તૈયાર કરી છે. તેના અંતર્ગત વ્યક્તિને આ Tuscany Mountains માં ઘર ખરીદવું હોય તો, તેની કિંમત 1 પૂરો એટલે કે 90 રુપિયા રાખવામાં આવી છે. તો તેની સાથે અમુક શર્તો પણ રાખવામાં આવી છે. આ Tuscany Mountains માં ઈટાલિયન કે પૂરોપિયન વ્યક્તિ જ ઘર ખરીદી શકે છે. અને કોઈ પણ બહારના વ્યક્તિએ 10 વર્ષ સુધીનો રેસિડેન્શિયલ પરમિટ લેવું પડશે.
આ પણ વાંચો: Mistress Marley News: પુરુષો સ્વૈચ્છિક યૌન ઉત્પીડનનો અનુભવ લેવા માટે આ મહિલાને આપે છે લાખો રૂપિયા!