Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Elon Musk: કેમ યુરોપિયન યુનિયને એલોન મસ્કની કંપની 'X'ની તપાસ શરૂ કરી?

એલોન મસ્કની કંપની પર યુરોપિયન યુનિયનના દરોડા યુરોપિયન યુનિયને એલોન મસ્કની માઇક્રોબ્લોગિંગ સાઇટ 'X' પર યુરોપના કડક નવા નિયમન હેઠળ તપાસ જાહેર કરવામાં આવી છે. હાલમાં, તેનું મુખ્ય કારણએ રીતે સાબિત થાય છે. જે સોશિયલ મીડિયા અને લોકોને હાનિકારક ઑનલાઇન...
elon musk  કેમ યુરોપિયન યુનિયને એલોન મસ્કની કંપની  x ની તપાસ શરૂ કરી
Advertisement

એલોન મસ્કની કંપની પર યુરોપિયન યુનિયનના દરોડા

યુરોપિયન યુનિયને એલોન મસ્કની માઇક્રોબ્લોગિંગ સાઇટ 'X' પર યુરોપના કડક નવા નિયમન હેઠળ તપાસ જાહેર કરવામાં આવી છે. હાલમાં, તેનું મુખ્ય કારણએ રીતે સાબિત થાય છે. જે સોશિયલ મીડિયા અને લોકોને હાનિકારક ઑનલાઇન સામગ્રીથી બચાવવા માટે રચાયેલ છે. આ પહેલી ટેક્નોલોજી કંપની છે જેની યુરોપના નવા નિયમન હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

યુરોપિયન કમિશનર થિએરી બ્રેટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'આજે અમે ડિજિટલ સર્વિસ એક્ટ હેઠળ ઉલ્લંઘનની તપાસ કરવા માટે X વિરુદ્ધ ઔપચારિક કાર્યવાહી શરૂ કરી છે.' ત્યારે એલોન મસ્ક દ્વારા યુરોપિયન કંપનીને પૂછવામાં આવ્યું હતું કે, શું તે અન્ય બીજા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની પણ તપાસ કરશે ?

Advertisement

ટ્વીટર દ્વારા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ખોટી માહિતી પ્રસારિત કરાઈ હતી

યુરોપિયન યુનિન દ્વારા 'X'કંપની વિરુદ્ધ દાવો કરવામાં આવ્યો છે કે.... ઓક્ટોમ્બર મહિનામાં ઈઝરાયેલ-હમાસના યુદ્ધ દરમિયાન ટ્વીટર દ્વારા આતંક, અફવાઓ અને અન્ય ગુનાહિત માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.

સાન ફ્રાન્સિસ્કોમાં સ્થિત 'X'ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જણાવ્યું હતું કે તે સરકારના કાયદા હેઠળ સહકાર આપવા માટે તે હંમેશા તૈયાર રહેશે. પરંતુ આ તમામ પ્રક્રિયા રાજનૈતિક માપદંડોથી મુક્ત રહેવી જોઈએ.

આ પણ વાંચો: આર્ટેસિયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરાઇ

Tags :
Advertisement

.

×