Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yemen Migrant : શરણાર્થીઓ ભરેલી બોટ ડૂબી, 49ના મોત,140 ગુમ

Yemen Migrant Boat Sinks : હોર્ન ઓફ આફ્રિકાથી યમન તરફ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ (Yemen Migrant Boat Sinks)ડૂબી જતાં 49 લોકોના મોત થયા હતા અને 140 લોકો ગુમ થઈ ગયા હતા. યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન...
yemen migrant   શરણાર્થીઓ ભરેલી બોટ ડૂબી  49ના મોત 140 ગુમ
Advertisement

Yemen Migrant Boat Sinks : હોર્ન ઓફ આફ્રિકાથી યમન તરફ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ (Yemen Migrant Boat Sinks)ડૂબી જતાં 49 લોકોના મોત થયા હતા અને 140 લોકો ગુમ થઈ ગયા હતા. યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM)એ અહેવાલ આપ્યો છે.

બોટમાં સવાર હતા 260 લોકો

મળતી માહિતી અનુસાર સોમવારે બોટ પલટી ગઈ હતી, જેમાં લગભગ 260 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા. તે બધાએ સોમાલિયાના ઉત્તરી દરિયાકાંઠેથી નીકળીને એડનના અખાતને પાર કરીને યમન પહોંચ્યા હતા. તેનું અંતર લગભગ 320 કિમી (200 કિમી) હોવાનું કહેવાય છે. હોર્ન ઓફ આફ્રિકા અને પૂર્વ આફ્રિકાના શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને સાઉદી અરેબિયા અને આ ક્ષેત્રના અન્ય આરબ દેશો સુધી પહોંચવા માટે યમન દ્વારા જોખમી મુસાફરીનો સામનો કરવો પડે છે.

Advertisement

Advertisement

49 લોકોના થયા મોત

IOMએ મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે 71 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 8ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સિવાય મૃતકોમાં 6 બાળકો અને 31 મહિલાઓનો સમાવેશ થાય છે. આ પહેલા એપ્રિલમાં 62 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બે જહાજો જિબુટીના કિનારે યમન પહોંચવાનો પ્રયાસ કરતી વખતે ડૂબી ગયા હતા.

આ માર્ગ પર 1800થી વધુ લોકોના મોત

IOMએ વધુમાં જણાવ્યું હતું કે આ માર્ગ પર ઓછામાં ઓછા 1,860 લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા, જેમાં 480 લોકો ડૂબી ગયા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ, યમનમાં લગભગ એક દાયકાથી ચાલેલા યુદ્ધની વિનાશક અસરો છતાં વધુ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ આ માર્ગ અપનાવી રહ્યા છે.છેલ્લા ઘણા મહિનાઓથી ઈરાન સમર્થિત હુથિઓ એડનની ખાડીમાં વ્યાપારી અને લશ્કરી જહાજો પર હુમલો કરી રહ્યા છે. અહેવાલ મુજબ ઇઝરાયેલને ગાઝા પર યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરી છે. તેના જવાબમાં, અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમે આંતરરાષ્ટ્રીય હિતોના રક્ષણના પ્રયાસમાં યમન પર હવાઈ હુમલા કર્યા છે.

આ પણ વાંચો - અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર પર કાયદાનું ચાલ્યું હંટર, ડ્રગ્સ કેસમાં દોષિત

આ પણ વાંચો - પાકિસ્તાનમાં શખ્સે કરી Gay Club ખોલવાની ડિમાન્ડ, અને પછી…

આ પણ વાંચો - પ્લેન ક્રેશની ઘટનામાં માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત કૂલ 9 લોકોનાં મોત, કાલથી પ્લેન હતું ગાયબ

Tags :
Advertisement

.

×