Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur : ડુંગળી-બટાકાંનાં વેપારીનાં મકાનમાંથી 8 લાખનો મુદ્દામાલ ચોરી કરનારાં 3 શાતિર ચોર આ રીતે ઝડપાયાં

જેતપુરમાં (Jetpur) પત્ની બીમારી હોવાથી હોસ્પિટલમાં સારવારમાં રોકાયેલા ડુંગળી-બટેટાનાં વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાનાં દાગીના મળી 7.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે CCTV ફૂટેજનાં આધારે...
jetpur   ડુંગળી બટાકાંનાં વેપારીનાં મકાનમાંથી 8 લાખનો મુદ્દામાલ ચોરી કરનારાં 3 શાતિર ચોર આ રીતે ઝડપાયાં
Advertisement

જેતપુરમાં (Jetpur) પત્ની બીમારી હોવાથી હોસ્પિટલમાં સારવારમાં રોકાયેલા ડુંગળી-બટેટાનાં વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાનાં દાગીના મળી 7.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે CCTV ફૂટેજનાં આધારે કાર્યવાહી કરી 3 આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બનાવની વિગતો મુજબ, જેતપુરનાં ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલી રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરનાં સ્ટેન્ડ ચોકમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટરમાં (Mahaveer Shopping Center) ડુંગળી-બટેટાનાં હોલસેલના વેપારી જયદીપભાઈ કેશરિયાએ જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, ફરિયાદીની પત્ની બીમાર હોવાથી જેતપુરની (Jetpur) પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતી. પત્નીની સારવાર માટે પતિ પણ હોસ્પિટલમાં રોકાયા હતાં. દરમિયાન જાણ થઈ કે તેમના મકાનનો મુખ્ય દરવાજો તૂટેલો છે. આથી ઘરે જઈ તપાસ કરતા જાણ થઈ કે તસ્કરોએ ઘરમાંથી તિજોરી તોડી રૂ. 3.85 લાખની રોકડ, રૂ. 3.95 લાખની કિંમતનાં સોનાનાં દાગીના મળી કુલ 7.80 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે.

Advertisement

આ મામલે પોલીસે તેમ જ LCB ની ટીમે CCTV તેમજ હ્યુમન સોર્સની મદદથી જેતપુરનાં નકલંક આશ્રમ (Nakanalk Ashram) પરથી મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓમાં ઉમેશ ઉર્ફ ઉંદરડી વાળા, રવિ કારતનિયા, જયેશ ઉર્ફે ટકો ગઢવી સામેલ છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. 6,57,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ તપાસમાં ઉમેશ ઉર્ફે ઉંદરડી પર જેતપુરમાં ચોરી, લૂંટફાટ અને દારૂના 19 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી જયેશ પર જૂનાગઢમાં ચોરી તેમ જ દારૂનાં કેસ નોંધાયેલા છે.

અહેવાલ : હરેશ, જેતપુર

આ પણ વાંચો - Gondal : દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ હાથ-પગનું વિતરણ, આગામી દિવસોમાં અહીં યોજાશે કેમ્પ

આ પણ વાંચો - Bharuch : ખુલી ચેમ્બરમાં નાગરિકનાં મોત મામલે માનવ પંચ-પો. મથકમાં અરજીઓનાં ખડકલા, કરી આ માગ

આ પણ વાંચો - Surat : લ્યો બોલો...Ice Cream માં પણ MD ડ્રગ્સ! નવી મોડસ ઓપરેન્ડીનો થયો પર્દાફાશ

Tags :
Advertisement

.

×