બસ હવે થોડા જ દિવસો અને દેશમાંથી કોરોના મહામારી પર મળી શકે છે જીત
દેશમાં સતતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જે રીતે કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તે મુજબ આવનારા થોડા સમયમાં ભારત કોરોના પર પૂરી રીતે જીત મેળવી શકે તો નવાઇ નથી. દેશમાં આજે કોરોનાના 4 હજારથી થોડા વધુ કેસ નોંધાયા છે. જોકે, ગઈકાલની સરખામણીએ આજે કોરોનાના કેેસમાં 815નો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,043 નવા કેસ નોંધાયા છે, જ્યારે 15 લોકોના મોત થયા છે. આ પહેલા સોમવારે દેશ
Advertisement
દેશમાં સતતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જે રીતે કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તે મુજબ આવનારા થોડા સમયમાં ભારત કોરોના પર પૂરી રીતે જીત મેળવી શકે તો નવાઇ નથી. દેશમાં આજે કોરોનાના 4 હજારથી થોડા વધુ કેસ નોંધાયા છે. જોકે, ગઈકાલની સરખામણીએ આજે કોરોનાના કેેસમાં 815નો ઘટાડો નોંધાયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,043 નવા કેસ નોંધાયા છે, જ્યારે 15 લોકોના મોત થયા છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોના સંક્રમણના 4,858 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 18 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીએ નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 815 નો ઘટાડો નોંધાયો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 4,043 નવા કેસ નોંધાયા છે જ્યારે 15 લોકોના મોત થયા છે. આ દરમિયાન, 4,676 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 47,379 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 648નો ઘટાડો થયો છે. જે રીતે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તે જોતા થોડા દિવસોમાં કોરોના પર ભારત જીત મેળવે તો કોઇ નવાઇ નથી. જેનું સૌથી મોટું કારણ વેક્સિનેશનને માનવામાં આવે છે. દેશમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની વેક્સિનના બે ડોઝ લઇ લીધા છે. જેનું પરિણામ આજે આપણી સમક્ષ છે.
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,43,160 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,39,67,340 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,370 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રીકવરી રેટ વધીને 98.71 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.11 ટકાનો સમાવેશ થાય છે. ચેપ દર 1.37 ટકા નોંધાયો હતો. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,16,83,24,537 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 13,10,410 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
Advertisement


