Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાશ્મીરનો પ્રશ્ન અને જવાહરલાલ નેહરુ

અત્યારે દેશમાં જે યક્ષ પ્રશ્ન છે એ પ્રશ્નો પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાંથી જ ઊભા થાય છે. ભૌગોલિક પરિસ્થિતિ એ મુજબની છે કે તમે કશું કરી શકતા નથી. 370 અને 35 A રદ થઈ. સંસદનાં બંને ગૃહોએ બહુમતિથી એના પર મંજૂરીની...
કાશ્મીરનો પ્રશ્ન અને જવાહરલાલ નેહરુ
Advertisement

અત્યારે દેશમાં જે યક્ષ પ્રશ્ન છે એ પ્રશ્નો પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાંથી જ ઊભા થાય છે. ભૌગોલિક પરિસ્થિતિ એ મુજબની છે કે તમે કશું કરી શકતા નથી.

370 અને 35 A રદ થઈ. સંસદનાં બંને ગૃહોએ બહુમતિથી એના પર મંજૂરીની મહોર મારી. તો ય સુપ્રિમકોર્ટમા સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો.સુપ્રીમ કોર્ટે પણ કાશ્મીરને સંઘ રાજ્ય ગણી વિશેષાધિકારો જે રદ કરાયેલ એને બહાલ રાખ્યો.

Advertisement

....તો ય આ તો લોકશાહી.વાણીસ્વાતંત્ર્ય...દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગૃહમાં નિવેદન આપવું પડ્યું અને કાશ્મીર પ્રશ્નનું પોસ્ટ મોર્ટમ કરી હકીકતો દેશ સામે મૂકી,

Advertisement

 દેશના ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીર મુદ્દે વાત કરતાં કહ્યું કે જો જવાહરલાલ નેહરુએ ઉતાવળ ન કરી હોત અને કાશ્મીરના પ્રશ્નને યુનાઇટેડ નેશન્સમાં લઈ જવાની ભૂલ ન કરી હોત તો એ પ્રશ્ન સ્થાનિક સ્તરે ગૃહમંત્રાલય ઉકેલી જ શકવાનું હતું, પણ એવું બન્યું નહીં અને કાશ્મીરનો પ્રશ્ન સદાકાળ માટે જીવંત રહ્યો.વાત ૧૦૦ ટકા સાચી છે અને આ મુદ્દાને અનેક પુસ્તકોમાં પણ જુદા-જુદા લોકો લખી ચૂક્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ જ વિષય પર કહ્યું હતું અને તેમણે સત્તાવારપણે વિરોધ નોંધાવ્યો હતો કે જે વાત સાથે યુનાઇટેડ નેશન્સને કશું લેવાદેવા નથી, લાગતુંવળગતું નથી એ પ્રશ્નને એમની સામે મૂકીને ભારત હાથે કરીને નવા પ્રશ્નો ઊભા કરશે. જોકે નેહરુ માન્યા નહીં અને તેમણે એ જ કર્યું જે તેમના મનમાં હતું. સત્તાનો આ દુરુપયોગ કહેવાય.

જો એ સમયે તેમણે સરદારની વાત માની લીધી હોત અને સરદારના કહેવા મુજબ ચાલ્યા હોત તો આજે આપણે કાશ્મીરની બાબતમાં ખરેખર માનસિક રાહત ભોગવતા હોત.

કબૂલ કે બીજેપીએ આવીને કાશ્મીરના સ્ટેટસમાં જે ફરક કર્યો એ પછી આજે ત્યાં ઘણી રાહત છે, પણ કૅન્સર એ કૅન્સર જ કહેવાય. કૅન્સર વકરે નહીં એનો અર્થ એવો ન કાઢી શકાય કે એ શરીરમાંથી ગયું. એનું નિદાન તો માત્ર ને માત્ર એક્સપર્ટ જ કરી શકે અને કાશ્મીરના કેસમાં પણ એ જ બનવાનું છે.

 કાશ્મીર કેટલું સત્ત્વશીલ છે એનું નિદાન તો ત્યારે જ થઈ શકશે જ્યારે પાડોશી કાશ્મીર ફરીથી ભારતની સત્તામાં આવે અને દેશભરનું સન્માન ફરી પાછું મળે.

અત્યારે જે પ્રશ્નો છે એ પ્રશ્નો પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાંથી જ ઊભા થાય છે. ભૌગોલિક પરિસ્થિતિ એ મુજબની છે કે તમે કશું કરી શકતા નથી. એ જ પરિસ્થિતિનો ગેરલાભ લઈને ૧૯૪૭માં પણ પાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં પેશકદમી કરી હતી અને આજે પણ કાશ્મીરમાં જન્મતી હિંસા માટે પણ એનો જ ગેરલાભ લેવાઈ રહ્યો છે.

કાશ્મીર મુદ્દે ગાઈ-વગાડીને સરદારે નેહરુને કહ્યું હતું કે પાકિસ્તાને જે ભાગનો કબજો કર્યો છે એ ભાગને ફરી પાછો લાવવાની જવાબદારી પોતાની ગણાશે; બસ, નેહરુ યુનાઇટેડ નેશન્સ પાસે જવાની ઉતાવળ ન કરે. જોકે નેહરુ માન્યા નહીં અને ડાહ્યાડમરા વિદ્યાર્થીની જેમ એ ફરિયાદ કરવા માટે બની બેઠેલા જમાદાર એવા પ્રિન્સિપાલ પાસે જઈને ઊભા રહી ગયા. પ્રિન્સિપાલે આદેશ આપી દીધો કે જ્યાં છો ત્યાં જ રહો, હવે આગળ પગ નહીં અને પાછા પગ પણ નહીં.

બન્યું શું? એ જ, જેનો ભય હતો. કાશ્મીરનો સળગતો પ્રશ્ન અકબંધ રહ્યો અને એ સળગતા પ્રશ્નએ ભારતના અસંખ્ય લોકોને દુખી કરવાનું કામ કર્યું તો અઢળક લોકોનો ભોગ લેવાનું કામ પણ કર્યું. આ કાશ્મીરને કારણે સેંકડો જવાનોના પણ જીવ લેવાયા અને આ જ કાશ્મીરને લીધે દેશની નિર્દોષ પ્રજાએ પણ જીવ આપ્યો. ભૂલ કોની અને પાપ કોના શિરે? વિચારવાનું તેમણે છે જે સેક્યુલરિઝમની કામળી ઓઢીને ફરે છે અને આતંકવાદીને માણસાઈનું નામ આપીને એ હરામખોરો માટે લડવા મેદાનમાં ઊતરે છે. વિચારવાનું તેમણે છે જેણે પોતાના પદની અને પોતાની જીદના જોરે દેશને નુકસાન થાય એ વાતની પણ પરવા કરી નથી અને આજે પણ એ જ રીતે જીવે છે.

આ પણ વાંચો : સંસદમાં ઘૂસણખોરી મામલે વધુ એક શખ્સની એન્ટ્રી! માસ્ટરમાઇન્ડ લલિતની મદદ કરનારો આ શખ્સ આવ્યો સામે 

Tags :
Advertisement

.

×