દેશમાં આજે કોરોનાના 4 હજારથી પણ ઓછા કેસ નોંધાયા, Active કેસમાં થયો ઘટાડો
દેશમાં કોરોનાના કેસમાં ઉચાર-ચઢાવ સતત ચાલું છે. જોકે, અહીં સારી વાત એ છે કે, કોરોનાના કેસની સંખ્યા છેલ્લા ઘણા સમયથી 10 હજારથી નીચે સામે આવી રહ્યા છે. હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાના કેસ 4 હજારથી પણ ઓછા નોંધાયા છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,947 નવા કેસ નોંધાયા છે જ્યારે 18 લોકોના મોત થયા
04:43 AM Sep 30, 2022 IST
|
Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં ઉચાર-ચઢાવ સતત ચાલું છે. જોકે, અહીં સારી વાત એ છે કે, કોરોનાના કેસની સંખ્યા છેલ્લા ઘણા સમયથી 10 હજારથી નીચે સામે આવી રહ્યા છે. હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાના કેસ 4 હજારથી પણ ઓછા નોંધાયા છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,947 નવા કેસ નોંધાયા છે જ્યારે 18 લોકોના મોત થયા છે. આ દરમિયાન 5,096 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 39,583 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 229 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,87,497 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,19,095 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,629 લોકોના મોત થયા છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.73 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.09 ટકાનો સમાવેશ થાય છે. ચેપ દર 1.135 ટકા નોંધાયો હતો. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,18,52,16,710 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 34,21,962 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - દેશમાં આજે વધ્યા કોરોનાના કેસ, 27 લોકોના થયા મોત
Next Article