ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લખનૌની ટીમે હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું, જાણો હવે Orange Cap અને Purple Cap ની રેસમાં કોનું છે નામ

શુક્રવારે IPL 2023 ની 10મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. જેમા LSG ની ટીમે SRH ને પાંચ વિકેટથી હરાવી ટૂર્નામેન્ટની પોતાની બીજી જીત મેળવી છે. મેચનો હીરો કૃણાલ પંડ્યા સાબિત થયો જેણે...
12:22 PM Apr 08, 2023 IST | Hardik Shah
શુક્રવારે IPL 2023 ની 10મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. જેમા LSG ની ટીમે SRH ને પાંચ વિકેટથી હરાવી ટૂર્નામેન્ટની પોતાની બીજી જીત મેળવી છે. મેચનો હીરો કૃણાલ પંડ્યા સાબિત થયો જેણે...
શુક્રવારે IPL 2023 ની 10મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. જેમા LSG ની ટીમે SRH ને પાંચ વિકેટથી હરાવી ટૂર્નામેન્ટની પોતાની બીજી જીત મેળવી છે. મેચનો હીરો કૃણાલ પંડ્યા સાબિત થયો જેણે પહેલા બોલિંગમાં ટોપ ઓર્ડરની ત્રણ વિકેટ લીધી હતી અને સનરાઇઝર્સને આઠ વિકેટે 121 રન પર રોકી દીધી હતી. બાદમાં બેટિંગમાં તેણે 23 બોલમાં 34 રન બનાવ્યા અને કેપ્ટન કેએલ રાહુલ (35) સાથે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી. હવે આ જીત બાદ IPL 2023 માં Orange Cap અને Purple Cap ની રેસમાં કોનું નામ આગળ છે આવો જાણીએ....
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 16મી આવૃત્તિની 10 મેચો રમાઈ છે. જેમ જેમ મેચો ચાલી રહી છે તેમ તેમ ઓરેન્જ અને પર્પલ કેપની રેસ રસપ્રદ બની રહી છે. શુક્રવારે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ટોપ પોઝિશન અને સેકન્ડ પોઝિશન વચ્ચેનો તફાવત ચોક્કસપણે ઓછો થયો છે. LSG ઓપનર કાયલ મેયર્સ પાસે શુક્રવારે રાત્રે રુતુરાજ ગાયકવાડને પાછળ છોડીને ઓરેન્જ કેપ વિજેતા બનવાની સુવર્ણ તક હતી, પરંતુ આ બેટ્સમેન એકના સ્ટેડિયમમાં SRH વિરુદ્ધ માત્ર 13 રનમાં આઉટ થઈ ગયો હતો. એટલે કે તે 2 મેચમાં 149 રન બનાવનાર ગાયકવાડ કરતા 10 રન પાછળ છે. હાલમાં આ યાદીમાં માત્ર રુતુરાજ ગાયકવાડ અને માર્ક વુડ જ ટોચ પર છે, પરંતુ કેટલાક ખેલાડીઓએ આ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી છે. ચાલો જોઈએ કે આ યાદીમાં કોણ કોણ સામેલ છે:-
Orange Cap અને Purple Cap ની રેસમાં કોણ છે આગળ જાણવા કરો ક્લિંક
હાલમાં ઓરેન્જ કેપની યાદીમાં સૌથી આગળ ચેન્નાઈ સુપર કિંગ્સનો રુતુરાજ ગાયકવાડ છે જેણે અત્યાર સુધીની બંને મેચમાં અડધી સદી ફટકારી છે. તેના નામે અત્યાર સુધીમાં કુલ 149 રન નોંધાયા છે. આજે તે ફરી મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે અને આ લીડને વધુ વધારી શકે છે. આ યાદીમાં બીજા સ્થાને એલએસજીની કાયલ માયર્સ છે જે રૂતુરાજને સ્પર્ધા આપી રહી છે. માયર્સે ત્રણ મેચમાં બે અડધી સદી સહિત કુલ 139 રન બનાવ્યા છે. શિખર ધવન પણ આ યાદીમાં ત્રીજા સ્થાને છે, તેણે બે મેચમાં 126 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલી ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. આ સિવાય સંજુ સેમસન બે મેચમાં 97 રન બનાવીને પાંચમા સ્થાને છે.
Orange Cap
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે બે મેચમાં 149 રન બનાવ્યા છે અને તે હાલમાં નંબર વન પર છે. તેની પાસે હજુ પણ ઓરેન્જ કેપ છે. તેના પછી લખનૌ સુપર જાયન્ટ્સના કાયલ મેયર્સનો નંબર આવે છે જેણે હવે ત્રણ મેચમાં 139 રન બનાવ્યા છે. ટોપ 5 બેટ્સમેનોની યાદીમાં પંજાબ કિંગ્સના શિખર ધવન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી અને રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસન પછીના બેટ્સમેન છે.
Purple Cap
લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વૂડે બે મેચમાં 8 વિકેટ ઝડપી છે અને તે નંબર વન પર યથાવત છે. તેની પાસે પર્પલ કેપ છે. બીજા સ્થાને રવિ બિશ્નોઈ છે જેણે 3 મેચમાં કુલ 6 વિકેટ લીધી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના વરુણ ચક્રવર્તી (5), ગુજરાત જાયન્ટ્સના રાશિદ ખાન (5) અને પંજાબ કિંગ્સના નાથન એલિસ (5)એ વિકેટ લીધી છે.
10 મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ આ પ્રમાણે છે.
કે.એલ. રાહુલની આગેવાની હેઠળની ટીમે શુક્રવારે રાત્રે તેમના હરીફ પર પ્રબળ જીત મેળવી અને IPL 2023 પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ. LSG એ અત્યાર સુધી તેની 3 મેચમાંથી 2 જીતી છે અને 4 પોઈન્ટ અને 1.358 ના નેટ રન રેટ (NRR) સાથે ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સ, જે અગાઉ ટોચ પર હતી, તે હવે 2 મેચમાંથી 2 જીત સાથે ટેબલમાં બીજા સ્થાને છે પરંતુ NRRથી થોડો ઓછો છે. પંજાબ કિંગ્સ (PBKS) બરાબર એટલી જ જીત સાથે ત્રીજા સ્થાને છે, પરંતુ તેમની જીતનો માર્જિન ઓછો હોવાથી, તેમનો NRR ટોચની 2 ટીમો કરતાં ઓછો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) બે રાત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે મોટી જીત નોંધાવ્યા પછી ટોપ 4 માં આવી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ટૂર્નામેન્ટની કુલ 10 મેચ રમાઈ છે. શનિવાર આ સિઝનનો ત્રીજો ડબલહેડર છે. જ્યાં રાજસ્થાન રોયલ્સ પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને-સામને જોવા મળશે. આ બે મેચ બાદ ઓરેન્જ અને પર્પલ કેપ અને પોઈન્ટ્સ ટેબલની યાદીમાં ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં શુક્રવારની મેચ બાદ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. વળી, સનરાઇઝર્સ હૈદરાબાદ પોતાની બંને શરૂઆતી મેચ હાર્યા બાદ 10 માં સ્થાને છે.
આ પણ વાંચો - વિરાટ સેના ધરાશાયી, RCB સામે KKR ની શાનદાર જીત, Points Table માં થયો મોટો ઉલટફેર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
IPLIPL 16IPL 2023LSG vs SRHLSGvsSRHLucknow beat HyderabadOrange CapPurple Cap
Next Article