મલાઈકા અરોરા-Fashion Icon
બોલીવુડની બહુચર્ચિત મલાઈકા અરોરાનો 23 ઓક્ટોબરે 50મો જન્મદિવસ.
50 વર્ષની ઉંમરે ય ફીટ અને આકર્ષક મલાઈકા અરોરા વિશેની કેટલીક અજાણી વાતો
અભિનય ક્ષેત્રે બોલીવુડમાં એનું ખાસ કોઈ પ્રદાન નથી પણ બોલ્ડ હોવાથી એનાં કેટલાક Item Songsના કારણે ફિલ્મો હિટ રહી છે.
મલાઈકા અરોરા ફેશન આઈકોન અને ઉત્તમ ડાન્સર છે. વારંવાર તેના ચાહકોને તેના સ્પષ્ટવક્તા અભિગમથી તેણે પ્રભાવિત કર્યા છે.
મલાઈકા અરોરાની માતા જોયસ પોલીકાર્પ મલયાલી કેથોલિક છે અને તેના પિતા અનિલ અરોરા ફાઝિલ્કા પંજાબી છે.
નાનપણથી જ શિક્ષક બનવાની ઈચ્છા હતી
તેણે બાળપણમાં ક્યારેય મોડલ કે અભિનેત્રી બનવાનું સપનું જોયું ન હતું. તેનું સ્વપ્ન શિક્ષક બનવાનું હતું.
તેણીને શાળાના દિવસોથી જ મનોવિજ્ઞાન શીખવામાં રસ હતો અને તેણીએ તે ક્ષેત્રમાં ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો હતો.
જ્યારે MTV ઈન્ડિયાની શરૂઆત થઈ ત્યારે તે પ્રથમ વીજેમાંની એક હતી.
બાળપણમાં ,મલાઈકા ટોમબોય ટાઈપ હતી અને તેને છોકરીની વસ્તુઓ ક્યારેય પસંદ નહોતી.
મલાઈકા અરોરા 90ના દાયકામાં એક કોફી એડ શૂટ દરમિયાન અરબાઝ ખાનને મળી હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને બાદમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
50 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાનું ફિગર એટલું જ અદભૂત છે. અભિનેત્રી અઠવાડિયામાં ત્રણ વખત જીમમાં વર્કઆઉટ કરે છે.
તેણી માત્ર 11 વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા.
મલાઈકા અરોરાએ સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ચેમ્બુરમાંથી તેનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું, જ્યાં તેની કાકી ગ્રેસ પોલીકાર્પ આચાર્ય હતી.


