સગીરા-મંગેતર વચ્ચે શરીર સંબધ બાદ સગીરાએ બાળકને જન્મ આપ્યો, મંગેતર સામે ગુનો દાખલ
અહેવાલઃ ભાસ્કર જોશી, મોરબી હળવદમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એક સગીરાની સગાઈ કરવામાં આવી હતી જે બાદ સગીરા અને તેના મંગેતર વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો જે દરમ્યાન આ સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. કોઈ કારણોસર આ...
Advertisement
અહેવાલઃ ભાસ્કર જોશી, મોરબી
હળવદમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એક સગીરાની સગાઈ કરવામાં આવી હતી જે બાદ સગીરા અને તેના મંગેતર વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો જે દરમ્યાન આ સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. કોઈ કારણોસર આ સગાઈ તૂટી જતા યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
તાજેતરમાં જ આ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પીટલએ ખસેડવામાં આવી હતી.જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સગીરા ગર્ભવતી છે અને તેને જે દુખાવો થઈ રહ્યો છે તે પ્રસુતિ નો દુખાવો છે.જે બાદ પ્રસુતિ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આ સગીરાએ એક તંદુરસ્ત બાળકને જન્મ પણ આપ્યો છે.સમગ્ર હકીકત જાણીને સગીરાના માતા પિતા ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.પરંતુ આજના સમયમાં સગાઈ તો ઠીક પરંતુ વાત પાકી કરી ને પણ યુગલો ને સાથે કે એકાંત માં હરવા ફરવા જવા માટે છુંટ આપવામાં આવે છે.જે છુંટ માં યુવાધન પોતાનો કાબૂ ગુમાવી બેસે છે અને ભૂલ કરી બેસે છે જેનું પરિણામે અનેક જિંદગીઓ બરબાદ થાય છે.અને આ બનાવમાં તો માતા પિતા ની પણ ભૂલ ઉડીને આંખે વળગી રહી છે.કેમ કે પ્રસુતિ સુધી માતા પોતાને પોતાની દીકરી ગર્ભવતી હોવાની ખબર જ ન પડી તે વાત ગળે ઉતરતી નથી છતાં પણ જો હકીકત માં જ તેઓ બેધ્યાન હોય તો સંતાનો પ્રત્યે આ ઘોર બેદરકારી કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.જોકે હાલમાં તો જે યુવક સાથે સગીરાની સગાઈ થઈ હતી તે યુવક વિરૂદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.


