દેશમાં આજે કોરોનાના નોંધાયા 15 હજારથી વધુ કેસ, 25 દર્દીઓના મોત
છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ સતત જોવા મળી રહ્યા છે. જોકે, અહીં એ વાત સારી છે કે રીકવરી કેસના આંકડાઓ પણ વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેની સરખામણીએ કોરોનાથી રીકવર થયેલા આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે દેશ માટે હજુ પણ કેટલાક રાહતના સમાચà
04:42 AM Jul 19, 2022 IST
|
Vipul Pandya
છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ સતત જોવા મળી રહ્યા છે. જોકે, અહીં એ વાત સારી છે કે રીકવરી કેસના આંકડાઓ પણ વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેની સરખામણીએ કોરોનાથી રીકવર થયેલા આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે દેશ માટે હજુ પણ કેટલાક રાહતના સમાચાર છે. આજે પણ દેશમાં કોરોનાની ઝડપમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15,528 નવા કેસ નોંધાયા છે, જ્યારે 25 લોકોના મોત થયા છે. આ પહેલા સોમવારે દેશમાં કોરોના વાયરસના 16,935 નવા કેસ નોંધાયા હતા જ્યારે 51 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 1407નો ઘટાડો થયો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15,528 નવા કેસ નોંધાયા છે, જ્યારે 25 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 16,118 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 1,43,654 થઈ ગયા છે. આ સાથે દેશમાં નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગઈકાલની સરખામણીએ આજે 590નો ઘટાડો થયો છે.
Next Article