દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 16 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસમાં વધારો
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. મંગળવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 16,906 નવા કેસ સામે આવતાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 4,36,69,850 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 45 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં મૃત્યુઆંક
05:01 AM Jul 13, 2022 IST
|
Vipul Pandya
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. મંગળવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 16,906 નવા કેસ સામે આવતાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 4,36,69,850 થઈ ગઈ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 45 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં મૃત્યુઆંક વધીને 5,25,519 થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યું હતું કે, દેશમાં કોવિડ -19 માટે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા એટલે કે સક્રિય કેસની સંખ્યા હવે વધીને 1,32,457 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં દૈનિક સકારાત્મકતા દર ઘટીને 3.68 ટકા પર આવી ગયો છે. આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,36,69,850 થઈ ગઈ છે. જેમાંથી 5,25,519 દર્દીઓના મોત થયા છે. સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,30,11,874 થઈ ગઈ છે. દેશનો રિકવરી રેટ 98.50 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 4,59,302 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 86.77 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Next Article