ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગાઝાના જબાલિયા કેમ્પ પર ઇઝરાયેલે કરેલા હુમલામાં 50થી વધુ લોકોના મોત

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરના દિવસોમાં ગાઝા પર ઈઝરાયેલના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. અત્યાર સુધીમાં સાડા નવ હજારથી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, તેના તાજેતરના હુમલામાં, ઇઝરાયેલે...
11:13 AM Nov 01, 2023 IST | Vishal Dave
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરના દિવસોમાં ગાઝા પર ઈઝરાયેલના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. અત્યાર સુધીમાં સાડા નવ હજારથી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, તેના તાજેતરના હુમલામાં, ઇઝરાયેલે...

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 25 દિવસથી ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરના દિવસોમાં ગાઝા પર ઈઝરાયેલના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. અત્યાર સુધીમાં સાડા નવ હજારથી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, તેના તાજેતરના હુમલામાં, ઇઝરાયેલે ઉત્તરી ગાઝામાં જબાલિયા શરણાર્થી શિબિરને નિશાન બનાવ્યું છે, જેમાં 50 લોકોના મોત થયા છે અને 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં અલ જઝીરાના એક એન્જિનિયરે તેના પરિવારના 19 સભ્યો ગુમાવ્યા છે.

ઇજનેર મોહમ્મદ અબુ અલ-કુમસાને જબાલિયા શરણાર્થી શિબિર પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં તેના પિતા અને બે બહેનો સહિત પરિવારના 19 સભ્યો ગુમાવ્યા છે,. . રિપોર્ટ અનુસાર, મોહમ્મદ કુમસાન અલ જઝીરામાં બ્રોડકાસ્ટ એન્જિનિયર હતો.

અલ જઝીરાએ હુમલાની નિંદા કરી છે

જબાલિયા શરણાર્થી શિબિર હુમલાની પ્રતિક્રિયા આપતા અલ જઝીરાએ તેની નિંદા કરી છે. અલ જઝીરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે જઘન્ય અને અંધાધૂધ ઇઝરાયેલી બોંબમારાની આકરી નિંદા કરીએ છીએ..આ હુમલામાં અમારા સમર્પિત એસએનજી એન્જિનિયર મોહમ્મદ અબૂ અલ કુમ્સનના પરિવારના 19 સદસ્યોના મોત થયા છે.. આ અત્યંત દુખદ અને અક્ષમ્ય છે.

"અમે અમારા સમર્પિત SNG એન્જિનિયર મોહમ્મદ અબુ અલ-કુમસાનના પરિવારના 19 સભ્યોને માર્યા ગયેલા જઘન્ય અને અંધાધૂંધ ઇઝરાયેલ બોમ્બ ધડાકાની સખત નિંદા કરીએ છીએ. તે ખૂબ જ દુ:ખદ અને અક્ષમ્ય છે," અલ જઝીરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

ગાઝાએ તેને નરસંહાર ગણાવ્યો 

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે જબલિયા હત્યાકાંડ દરમિયાન મોહમ્મદે તેના પિતા, બે બહેનો, આઠ ભત્રીજાઓ અને ભત્રીજીઓ, તેનો ભાઈ, તેના ભાઈની પત્ની અને તેમના ચાર બાળકો, તેની ભાભી અને એક કાકા ગુમાવ્યા છે. બીજી તરફ ગાઝાના પ્રવક્તા ઈયાદ અલ-બાજુમે ખાન યુનિસમાં એક હોસ્પિટલની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે આ ઈમારતોમાં સેંકડો નાગરિકો રહે છે.ઈઝરાયલે આ વિસ્તારને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો છે.આ નરસંહાર છે. 50થી વધુ લોકો માર્યા ગયા છે.. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરી ગાઝાના ગીચ વસ્તીવાળા વિસ્તાર જબાલિયા શરણાર્થી શિબિર પર ઇઝરાયેલી હુમલામાં 50થી ઓછા લોકો માર્યા ગયા છે, જ્યારે ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે ઉત્તર ગાઝામાં હમાસના આતંકવાદીઓ અને તેમના માળખા પર હુમલો કર્યો હતો.

Tags :
AirStrikeattack GazaIsraelJabalia camp
Next Article