ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

G-20 સમિટને લઇ દિલ્હી આવનારી અને દિલ્હીથી ઉપડનારી 250થી વધુ ટ્રેનો પ્રભાવિત

207 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં G-20 સમિટની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી રહી છે. જોકે, સમિટને કારણે રેલ ટ્રાફિક પર ભારે અસર પડશે. ઉત્તર રેલવેએ જણાવ્યું છે કે દિલ્હીથી આવતી અને જતી લગભગ 250 ટ્રેનો G-20થી પ્રભાવિત...
10:26 AM Sep 03, 2023 IST | Vishal Dave
207 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં G-20 સમિટની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી રહી છે. જોકે, સમિટને કારણે રેલ ટ્રાફિક પર ભારે અસર પડશે. ઉત્તર રેલવેએ જણાવ્યું છે કે દિલ્હીથી આવતી અને જતી લગભગ 250 ટ્રેનો G-20થી પ્રભાવિત...

207 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં G-20 સમિટની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી રહી છે. જોકે, સમિટને કારણે રેલ ટ્રાફિક પર ભારે અસર પડશે. ઉત્તર રેલવેએ જણાવ્યું છે કે દિલ્હીથી આવતી અને જતી લગભગ 250 ટ્રેનો G-20થી પ્રભાવિત થશે. જેના કારણે 207 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ ટ્રાફિક પર આ અસર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે જોવા મળશે. જી-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાવાની છે.

ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર, 9 સપ્ટેમ્બરે 90 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. અને બીજા દિવસે 10 સપ્ટેમ્બરે 100 થી વધુ પેસેન્જર ટ્રેનો રદ રહેશે. આ સાથે 15 ટ્રેનોના ટર્મિનલમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બીજી તરફ, 6 ટ્રેનો અલગ-અલગ રૂટથી ઉપડશે, એટલે કે તેમના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે, એવી 36 ટ્રેનો છે જે તેમના ગંતવ્ય પહેલાંના સ્ટેશન પરજ સ્ટોપ થઇ જશે.

રેલ્વેના જણાવ્યા અનુસાર, રદ કરવામાં આવેલી મોટાભાગની ટ્રેનો દિલ્હીથી હરિયાણાના સોનીપત-પાનીપત, રોહતક, રેવાડી અને પલવલ રૂટની છે. આ સિવાય દિલ્હી-રેવાડી એક્સપ્રેસ સ્પેશિયલ અને રેવાડી-દિલ્હી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન 11 સપ્ટેમ્બરે રદ રહેશે.

ઉપરાંત, તે સમયગાળા દરમિયાન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી આવતી અથવા ઉપડતી ઘણી ટ્રેનો હવે ગાઝિયાબાદ અથવા હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન સુધી જ આવશે અથવા ઉપડશે.

નવી દિલ્હી G-20 સમિટમાં જૂથના ઈતિહાસમાં "સૌથી મોટી ભાગીદારી" જોવા મળશે, જેમાં સભ્ય દેશોના નેતાઓ અને આમંત્રિત દેશોના મહેમાનોની મુલાકાત સહિત મેગા ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.

ગ્રુપ ઓફ ટ્વેન્ટી (G20)માં 19 દેશોનો સમાવેશ થાય છે - આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુએસએ. યુકે અને ઇયુ.

Tags :
AffectedDelhiG-20 summitTraffictrain
Next Article