ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના ટોરેન્ટ ફાર્મા.માં કામ કરતા અધિકારીનું મેક્સિકોમાં મર્ડર, 8.30 લાખની લૂંટ

અમદાવાદની ટોરેન્ટ ફાર્માસ્યૂટીકલ લિમિટેડમાં કામ કરતા 38 વર્ષીય એકઝિક્યુટીવ કેતન શાહનું મેક્સિકોમાં મર્ડર થવાની ઘટના સામે આવી છે. લૂંટના ઇરાદે કરાયેલી આ હત્યામાં તેમની પાસેથી 10 હજાર ડોલર એટલેકે અંદાજે સાડા આઠ લાખ રૂપિયા લૂંટી લેવાયા હતા. તેઓ અમદાવાદ ખાતેની...
03:28 PM Aug 23, 2023 IST | Vishal Dave
અમદાવાદની ટોરેન્ટ ફાર્માસ્યૂટીકલ લિમિટેડમાં કામ કરતા 38 વર્ષીય એકઝિક્યુટીવ કેતન શાહનું મેક્સિકોમાં મર્ડર થવાની ઘટના સામે આવી છે. લૂંટના ઇરાદે કરાયેલી આ હત્યામાં તેમની પાસેથી 10 હજાર ડોલર એટલેકે અંદાજે સાડા આઠ લાખ રૂપિયા લૂંટી લેવાયા હતા. તેઓ અમદાવાદ ખાતેની...

અમદાવાદની ટોરેન્ટ ફાર્માસ્યૂટીકલ લિમિટેડમાં કામ કરતા 38 વર્ષીય એકઝિક્યુટીવ કેતન શાહનું મેક્સિકોમાં મર્ડર થવાની ઘટના સામે આવી છે. લૂંટના ઇરાદે કરાયેલી આ હત્યામાં તેમની પાસેથી 10 હજાર ડોલર એટલેકે અંદાજે સાડા આઠ લાખ રૂપિયા લૂંટી લેવાયા હતા. તેઓ અમદાવાદ ખાતેની ટોરેન્ટ ફાર્માસ્યૂટીકલ લિમિટેડમાં ફાઇનાન્સ મેનેજર તરીકે કામ કરતા હતા. આ ઘટના મેક્સિકો સીટીના સિમોન બોલિવાર સ્ટ્રીટમાં ઘટી હતી.. કેતન શાહ અને તેમના પિતા બન્ને પર લૂંટારુઓએ હુમલો કર્યો હતો.. કેતન શાહના પિતાની હાલત ગંભીર છે.

કેતન શાહ છેલ્લા સાત વર્ષથી ટોરેન્ટ ફાર્માસ્યૂટીકલ લિમિટેડમાં કામ કરતા હતા, વર્ષ 2019થી કંપનીએ તેમને આપેલા અસાઇન્ટમેન્ટને લઇને તેઓ મેક્સિકોમાં હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ એરપોર્ટ પર આવેલા ફોરેન એક્સચેન્જમાંથી રૂપિયા 10 હજાર ડોલર ઉપાડીને પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા બે હથિયારધારી લૂંટારુઓએ તેમનો પીછો કર્યો હતો.. તેમણે કેતન શાહની કાર પર સાત વખત ફાયરિંગ કર્યુ હતું.

એક તરફ મેક્સિકો ઓથોરિટીએ આ હત્યાની તપાસ શરૂ કરી છે..તો બીજી તરફ ટોરેન્ટ ગ્રુપના અધિકારીઓ દ્વારા કેતન શાહના પરિવારને સુરક્ષિત ભારત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

Tags :
8.30 lakhsAhmedabadMexicoMurderofficial workingRobberyTorrent Pharma
Next Article