બૃજભૂષણ શરણસિંહના પુત્રના કાફલાએ બાઇક સવારને ઉડાવ્યો, 2ના ઘટના સ્થળે મોત, 2 ગંભીર
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના કેસરગંજ લોકસભા સીટના સાંસદ બૃજભૂષણ શરણસિંહ (Brij Bhushan Singh) ના કાફલાએ ચાર લોકોને કચડી નાખ્યા છે. કાફલામાં રહેલી ફોર્ચ્યુનર ગાડીએ બાઇક સવારને ટક્કર મારી દીધી હતી. દુર્ઘટનામાં બાઇક સવાર બંન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં તા. જ્યારે બે લોકો ઘાયલ થઇ ગયા હતા. રિપોર્ટ અનુસાર રસ્તા કિનારે જઇ રહેલી એક મહિલા ગંભીર રીતેઘાયલ થઇ ગઇ હતી. ઘાયલ મહિલાને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી છે.
બાઇક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગોંડા જિલ્લાના કરનેલગંજ હુજુરપુર માર્ગ પર કેસરગંજથી કરણ ભૂષણનો કાફલો હુજુરપુરની તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન બૈકુંઠ ડિગ્રી કોલેજ પાસે રસ્તા પાર કરી રહેલા બાઇક ચાલકને કાફલામાં રહેલી એક ફોર્ચ્યુનર કારે ઉડાવ્યો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંન્ને યુવક ખુબ જ ઉંચે ઉછળીને નીચે પટકાયા હતા. દુર્ઘટનામાં રહેલી ફોર્ચ્યુનર ગાડીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટના બાદ કાફલામાં રહેલા તમામ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
ઘટના બાદ તણાવ
ઘટના બાદ સ્થળ પર જબરજસ્ત તણાવ પેદા થઇ ગયો. આક્રોશિત લોકોએ સામુદાયિક સ્વાસ્થય કેન્દ્રનો ઘેરાવ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર શબોને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાની જીદ કરી રહેલા લોકોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જો કે ભારે સમજાવટ બાદ પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસેઆક્રોશિત ભીડને પણ શાંત કરાવવાનો પ્રયાસ કરવ્યો હતો. દુર્ઘટનામાં રહેલી ગાડીઓ નંદની એજ્યુકેશન ઇંસ્ટીટ્યૂટના નામથી રજિસ્ટર છે. આ ઇંસ્ટીટ્યૂટના ફાઉન્ડર કેસરગંજના સાંસદ બૃજભૂષણ સિંહ છે.
કરણ ભૂષણ સિંહની વાત કરીએ તો ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહના નાનો દીકરો છે. કરણનો જન્મ 13 ડિસેમ્બર, 1990ના રોજ થયો હતો. કરણ ભૂષણ સિંહ ડબલ ટ્રેપ શૂટિંગમાં નેશનલનો ખેલાડી રહી ચુક્યો છે. તે પહેલીવાર કોઇ ચૂંટણી લડી રહ્યો છે.


