Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Radhika Kheda: કોંગ્રેસ નેતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા કહ્યું ભુપેશ બઘેલનો અસલી ચહેરો ઉઘાડો પાડીશ

રાધિકા ખેડા સાથે કોંગ્રેસના નેતાએ જ કર્યું અભદ્ર વર્તન રાધિકા ખેડા રડી પડ્યા અને રાજીનામાની ફોન પર ચિમકી આપી કોંગ્રેસ નેતા વિરુદ્ધ હજી સુધી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી Chhattisgarh News : કોંગ્રેસ પ્રવક્તા રાધિકા ખેરાનો (Radhika Khera)...
radhika kheda  કોંગ્રેસ નેતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા કહ્યું ભુપેશ બઘેલનો અસલી ચહેરો ઉઘાડો પાડીશ
Advertisement
  • રાધિકા ખેડા સાથે કોંગ્રેસના નેતાએ જ કર્યું અભદ્ર વર્તન
  • રાધિકા ખેડા રડી પડ્યા અને રાજીનામાની ફોન પર ચિમકી આપી
  • કોંગ્રેસ નેતા વિરુદ્ધ હજી સુધી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી

Chhattisgarh News : કોંગ્રેસ પ્રવક્તા રાધિકા ખેરાનો (Radhika Khera) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ રડી રહ્યા છે. (Viral Video of Radhika khera) વીડિયોમાં છત્તીસગઢ કોંગ્રેસની બહારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં રાધિકા ખેડા કોઇની સાથે વાત કરી રહ્યા છે. જેમાં તેઓ રડી રહ્યા છે અને રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે.

Radhika Khera News : કોંગ્રેસના તેજતર્રાર પ્રવક્તા આજે અચાનક સમાચારોમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રાધિકા ખેરા લોકસભા ચૂંટણી માટે છત્તીસગઢમાં છે. આ વીડિયોમાં રાધિકા ખેરા રડી રહ્યા છે. તેઓ વીડિયા કહેતા સાંભળી શકાય છે કે, મારી કારકિર્દી દરમિયાન હજી સુધી કોઇ નેતાએ આવો વ્યવહાર નથી કર્યો. આ વીડિયો રાજધાની રાયપુરના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનનો હોવાનું જણાવાઇ રહ્યું છે. જેમાં નેશનલ મીડિયા કોઓર્ડિનેટર રાધિકા ખેરા પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે.

Advertisement

Advertisement

વાયરલ વીડિયોમાં શું કહ્યું ?

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો 29 સેકન્ડનો છે. રાધિકા ખેરા કોઇ કોંગ્રેસ નેતાના કાર્યાલયમાં બેઠેલી દેખાઇ રહી છે. રાધિકા ખેરા કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત કહેતા સંભળાય છે. 40 વર્ષની ઉંમરમાં મારી સાથે ક્યારે પણ આવું નથી થયું, મારી આટલી બેઇજ્જતી ક્યારે પણ નથી થઇ. હું જ્યારે તેમની વાત કરૂ છું તેઓ મારા પર ખિજાય છે. આ સમગ્ર મામલો મંગળવારનો છે. આ મામલે રાધિકા ખેરા એક્સમાં પોસ્ટ કરતા લખ્યું કે, કૌશલ્યા માતાના પિયરમાં મહિલા સુરક્ષીત નથી. પુરૂષવાદી માનસિકતાથી ગ્રસિત લોકો આજે પણ દિકરીઓને પગ તળે કચડી નાખવા માંગે છે. ખુલાસો કરીશ ! બુધવારે સવારે રાધિકા ખેરાએ એક પોસ્ટ પર લખ્યું કે, નારી તુ અબલા નહીં સ્વયં શક્તિની ઓળખ, તમારા હક માટે લડો સ્વયં, ત્યારે જ થશે ઉત્થાન. કેમ નારી લાચાર છે, લુંટાતી કેમ રહે છે લાજ. શું પુરુષત્વ વિહીન થઇ ચુકી છે આ ધરા આજ.

radhika khera

ફોનમાં વાત કરી રહ્યા હતા રાધિકા ખેડા

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, રાધિકા ખેરા કોઇ સાથ ફોનમાં વાત કરી રહી છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર વ્યંગબાણ છોડવાના શરૂ કરી દીધા છે. ભાજપ નેતા ગૌરીશંકર શ્રીવાસ્તવે વ્યંગ કરતા કહ્યું કે, છત્તીસગઢની પવિત્ર ભુમિમાં રાજીવન ભવનનો એક વ્યાજખોર ગુંડો સુશીલ આનંદ શુક્લા દ્વારા અભદ્રતા કરવામાં આવી. મહિલા રડી રહી છે.

ભાજપે અભદ્રતા મામલે કોંગ્રેસની ઝાટકણી કાઢી

ભાજપ પ્રવક્તા કેદાર ગુપ્તાએ આ મામલે કહ્યું કે, અમને ખુબ જ દુખ થયું છે, કોશલ્યા માતાની ધરતીમાં કોઇ રાષ્ટ્રીય નેતા દુખી છે તો અમારુ મન પણ વિચલિત થાય છે. તમે કોંગ્રેસથી પોતાની જાતને બચાવી લો, બાકી છત્તીસગઢમાં તમારુ કંઇ જ થવાનું નથી. જે પક્ષ પોતાના નેતાની રક્ષા નથી કરી શકતો તે દેશની મહિલાઓની શું રક્ષા કરશે.

Tags :
Advertisement

.

×