Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘જવાન’ મૂવીના પ્રશંસકોની યાદીમાં હવે વરુણ ધવન પણ જોડાયો, ફિલ્મના વખાણમાં કહ્યા આ શબ્દો

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિવેચકો, દર્શકો અને સેલેબ્સ બધાએ જવાનને સારા રિવ્યુ આપ્યા છે. જવાને દુનિયાભરમાં 600 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. સેલેબ્સ જવાનના વખાણ કરતા થાકતા નથી.. મલાઈકા, અર્જુન કપૂર, અનુપમ ખેર...
‘જવાન’ મૂવીના પ્રશંસકોની યાદીમાં હવે વરુણ ધવન પણ જોડાયો  ફિલ્મના વખાણમાં કહ્યા આ શબ્દો
Advertisement

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. વિવેચકો, દર્શકો અને સેલેબ્સ બધાએ જવાનને સારા રિવ્યુ આપ્યા છે. જવાને દુનિયાભરમાં 600 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. સેલેબ્સ જવાનના વખાણ કરતા થાકતા નથી.. મલાઈકા, અર્જુન કપૂર, અનુપમ ખેર અને અક્ષય કુમાર જવાનના વખાણ કરી ચૂક્યા છે. હવે આ યાદીમાં વરુણ ધવન પણ જોડાઈ ગયો છે. વરુણે જવાન મૂવી જોઇ અને હવે તે શાહરૂખ ખાનના વખાણ કરતા થાકતો નથી..ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની જવાનને રિલીઝ થયાને માત્ર 6 દિવસ જ થયા છે અને ફિલ્મે ભારતમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. વરુણ ધવનના વખાણ

વરુણે ટ્વીટ કર્યું- જવાન એક બ્લોકબસ્ટર ફિલ્મ છે. આ ફિલ્મ જોતા મને એવી મજા આવી જેવી એક બાળક કેન્ડી સ્ટોરમાં અનુભવે છે. Atlee dir એ દરેક ક્ષણને સુંદર રીતે દર્શાવી છે. અન્ના, શું વાત છે સર સુપર્બ સ્ટફ

Advertisement

શાહરૂખે ચાહકોનો આભાર માન્યો હતો

Advertisement

શાહરૂખ ખાને ટ્વીટ કરીને ચાહકોનો આભાર માન્યો હતો. તેણે લખ્યું- જવાનને અપાયેલા પ્રેમ અને પ્રશંસા માટે આભાર. સુરક્ષિત રહો અને ખુશ રહો. મહેરબાની કરીને ફિલ્મની મજા માણતી વખતે ફોટા અને વીડિયો મોકલતા રહો... અને હું ટૂંક સમયમાં તમને મળવા આવીશ. પછી ત્યાં સુધી. થિયેટરમાં જવાન સાથે પાર્ટી કરતા રહો...આપને બહુ બધો પ્રેમ

જવાનની વાત કરીએ તો આ ફિલ્મનું નિર્દેશન એટલી કુમારે કર્યું છે. ફિલ્મમાં શાહરૂખની સાથે નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ સાથે ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સંજય દત્તની ખાસ ભૂમિકા છે

Tags :
Advertisement

.

×