ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અંબાજી ખાતે મેળાના પાંચમાં દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ માતાજીનાં ભજન ગાયા , ભકતોએ રમઝટ બોલાવી

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશનાં 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે.  હાલ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો ચાલી રહ્યો...
08:15 AM Sep 28, 2023 IST | Vishal Dave
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશનાં 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે.  હાલ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો ચાલી રહ્યો...
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી 
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશનાં 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિ પીઠ તરીકે ઓળખાય છે.  હાલ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે  ત્રણ દિવસના  સાંસ્કૃતિક કાર્યક્રમો મંગળવાર થી શરૂ થયા છે. જે અંતર્ગત બુધવારે ભજનોની રમઝટ જામી હતી
પ્રથમ દિવસે બોલીવુડના જાણીતા મહીલા સિંગર સાધના સરગમ આવ્યા હતા. કાર્યક્ર્મ ની શરુઆતમાં તમામ ગાયક કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટદારનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતુ, જ્યારે આજે બીજા દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ માતાજીનાં ભજન ગાયા , ભકતોએ રમઝટ બોલાવી.
પ્રથમ દીવસે સાધના સરગમ સાથે અન્ય ગાયક કલાકારોએ સુરોની સરગમ છેડી હતી
અંબાજી મહામેળામા હાલમા રોજના લાખો માઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે શ્રદ્ધાળુઓએ કોઇ તકલીફ ન પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 29 જેટલી કમિટીઓ બનાવેલી છે. અંબાજી ખાતે રાત્રે 8:30 થી રાત્રે 12 સુઘી માઇ ભકતો માટે અલગ અલગ ગાયક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો શરુ કરાયા છે. પ્રથમ દીવસે સાધના સરગમ સાથે અન્ય ગાયક કલાકારોએ સુરોની સરગમ છેડી હતી. આ ઉપરાંત બાળાઓ દ્વારા નૃત્ય કાર્યક્ર્મ યોજાયો હતો. જ્યારે આજે બીજાં દીવસે મોટી સંખ્યામાં લોકો કાર્યક્ર્મમાં હાજર રહ્યા હતા. ભકતોએ માતાજીના ભજન પર રમઝટ બોલાવી હતી અને મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા.
બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમ મા જોડાયા 
અંબાજી ખાતે મહામેળો ચાલી રહ્યો છે અને માઈ ભક્તો દુર દુર થી માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજીના ખેડબ્રહ્મા માર્ગ પર 3 દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે નીતિન બારોટે અને દેવિકા રબારીએ રમઝટ બોલાવી હતી. અજય બારોટ દ્વારા સુંદર એંકરીંગ કરાયુ હતુ.
Tags :
AmbajiBhadravi MahakumbhDevika Rabaridevotees chantedfifth dayMatajimeloNitin Barotsang bhajansShakitpeeth Ambaji
Next Article