ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદીએ અમદાવાદ સાયન્સ સીટી ખાતે રોબોટિક ગેલેરીનું કર્યુ નિરિક્ષણ, સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી રહ્યા ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે તેઓ અમદાવાદના સાયન્સ સિટી પહોંચ્યા હતા.  અહીં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20મી વર્ષગાંઠના કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો. તેમણે અહીંની રોબોટિક ગેલેરીનું નિરિક્ષણ પણ કર્યુ હતું. પીએમ મોદી અહીં ઉપસ્થિત...
11:41 AM Sep 27, 2023 IST | Vishal Dave
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે તેઓ અમદાવાદના સાયન્સ સિટી પહોંચ્યા હતા.  અહીં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20મી વર્ષગાંઠના કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો. તેમણે અહીંની રોબોટિક ગેલેરીનું નિરિક્ષણ પણ કર્યુ હતું. પીએમ મોદી અહીં ઉપસ્થિત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે તેઓ અમદાવાદના સાયન્સ સિટી પહોંચ્યા હતા.  અહીં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 20મી વર્ષગાંઠના કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો. તેમણે અહીંની રોબોટિક ગેલેરીનું નિરિક્ષણ પણ કર્યુ હતું.
પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત ક્યા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા.
20 વર્ષ પહેલા, તા.28મી સપ્ટેમ્બર 2003ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળે છે.
Tags :
Ahmedabadinspectedpm modiRobotic Galleryscience city
Next Article