ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રને હરાવ્યું, બટલરની 22 બોલમાં 54 રનની ઝંઝાવાતી ઇનિંગ

જોશ બટલરે 22 બોલમાં 54 રન ફટકાર્યા IPL 2023માં રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. રાજસ્થાને આ મેચ 72 રને જીતી લીધી હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. હૈદરાબાદના સુકાની એડિન...
03:08 PM Apr 03, 2023 IST | Hardik Shah
જોશ બટલરે 22 બોલમાં 54 રન ફટકાર્યા IPL 2023માં રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. રાજસ્થાને આ મેચ 72 રને જીતી લીધી હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. હૈદરાબાદના સુકાની એડિન...
જોશ બટલરે 22 બોલમાં 54 રન ફટકાર્યા
IPL 2023માં રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. રાજસ્થાને આ મેચ 72 રને જીતી લીધી હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. હૈદરાબાદના સુકાની એડિન મારખામની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમારે સુકાની સંભાળી હતી. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન માટે જોશ બટલરે 22 બોલમાં 54 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.
સંજુ સેમસને 32 બોલમાં 55 રન બનાવ્યા
યશસ્વી જયસ્વાલે પણ 37 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય સંજુ સેમસને પણ કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. તેણે 32 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ ત્રણ ટોપ ઓર્ડર દ્વારા કરવામાં આવેલી શાનદાર બેટિંગના કારણે રાજસ્થાને 203 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદ માટે ફઝલહક ફારૂકી અને થંગારાસુ નટરાજને બે-બે વિકેટ લીધી હતી.
હૈદરાબાદના બેટ્સમેનો બિનઅસરકારક દેખાતા હતા
આ વિશાળ સ્કોરનો પીછો કરવા માટે હૈદરાબાદની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. ટ્રેન્ટ બોલ્ટે પહેલી જ ઓવરમાં હૈદરાબાદના બે બેટ્સમેન અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીને આઉટ કર્યા હતા. બંને બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા. મયંક અગ્રવાલે 23 બોલમાં 27 રન બનાવ્યા હતા. હેરી બ્રુકે 21 બોલમાં 13 રન બનાવ્યા હતા. રાજસ્થાનની બોલિંગની વાત કરીએ તો યજુવેન્દ્ર ચહલે 17 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. 20 ઓવરના અંતે હૈદરાબાદની ટીમ 8 વિકેટ ગુમાવીને 131 રન બનાવી શકી હતી.
આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટને લાગ્યો મોટો ઝટકો, ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે લીધા અંતિમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
72 runsbeatButtlerInningsRajasthan RoyalsscintillatingSunrisers Hyderabad
Next Article