ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rakhi Sawant- Emergency Hospitalized

દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Rakhi Sawant)ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મલી રહેલી માહિતી પ્રમાણે ટીવી એક્ટ્રેસ અને રિયાલિટી ટીવી શો બિગબોસની કન્ટેસ્ટન્ટને ઈમર્જન્સીના કારણો હોસ્પિટલમાં દાખલ કરવામાં...
02:25 PM May 16, 2024 IST | Kanu Jani
દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Rakhi Sawant)ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મલી રહેલી માહિતી પ્રમાણે ટીવી એક્ટ્રેસ અને રિયાલિટી ટીવી શો બિગબોસની કન્ટેસ્ટન્ટને ઈમર્જન્સીના કારણો હોસ્પિટલમાં દાખલ કરવામાં...

દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત (Rakhi Sawant)ને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મલી રહેલી માહિતી પ્રમાણે ટીવી એક્ટ્રેસ અને રિયાલિટી ટીવી શો બિગબોસની કન્ટેસ્ટન્ટને ઈમર્જન્સીના કારણો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ્સમાં એવો દાવો  પણ કરવામાં આવ્યો છે કે રાખીને હાર્ટ સંબંધિત કોઈ ગંભીર સમસ્યા છે. ફેન્સ  પણ આ સમાચાર સાંભળીને ચોંકી ઉઠ્યા છે અને તે ઝડપથી સાજી થઈ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર રાખી સાવંતના કેટલાક ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે જેમાં રાખી બેભાન અવસ્થામાં હોસ્પિટલના બેડ પર સૂતેલી જોવા મળી રહી છે. એટલું જ નહીં Rakhi Sawantના હાથની આંગળીઓમાં ઓક્સિમીટર લગાવવામાં આવ્યું છે તો બીજા હાથમાં ઝેલકો લગાવવામાં આવ્યો છે અને એમાંથી ગ્લુકોઝ ચઢાવવામાં આવ્યો છે. આ સિવાય એક ફોટોમાં બીપી ચેક કરતી જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર Rakhi Sawantને હાર્ટ સંબંધિત કેટલીક સમસ્યા સતાવી રહી છે અને એને કારણે જ તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

રાખીનો પબ્લિસિટી સ્ટન્ટ પણ હોય

કેટલાક લોકો આને રાખીનું પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. એક ફેને રાખીના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભરોસો કરવો થોડો મુશ્કેલ છે…બીજાએ લખ્યું છે કે કોને કોને લાગે છે કે રાખી નૌટંકી કરી રહી છે. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે બોડીથી તો ફિટ છે પણ માનસિક સંતુલન ઠીક નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાખી હાલમાં ફરી એક વખત પોતાના એક્સ હસબન્ડ રિતેશ સાથે જોવા મળી રહી છે. આ સિવાય એક ઈવેન્ટમાં ટોવેલમાંથી બનાવવામાં આવેલો ડ્રેસ પહેરીને પહોંચેલી રાખીએ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો- Smita Patil- એક ઊત્તમ અભિનેત્રી અકાળે કાળધર્મ પામી 

Next Article