Sabarkantha : બેન્કમાં પૈસા જમા કરાવવા ગયેલા શખ્સનું બેગ કાપી ગઠિયાઓ રૂ.1.50 લાખ ચોરી ફરાર
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલીમાં આવેલ સાબરકાંઠા બેન્કની શાખામાં સોમવારે અંદાજે રૂ.1.50 લાખની રોકડ જમા કરવા આવેલ એક ખાતેદાર પૈસા જમા કરાવવા માટે બેંકની સ્લીપ ભરી રહ્યા હતા ત્યારે તેમની નજર ચુકવીને એક અજાણ્યો શખ્સ રોકડ લઈને ભાગી જતાં બેંકમાં તથા...
Advertisement
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વડાલીમાં આવેલ સાબરકાંઠા બેન્કની શાખામાં સોમવારે અંદાજે રૂ.1.50 લાખની રોકડ જમા કરવા આવેલ એક ખાતેદાર પૈસા જમા કરાવવા માટે બેંકની સ્લીપ ભરી રહ્યા હતા ત્યારે તેમની નજર ચુકવીને એક અજાણ્યો શખ્સ રોકડ લઈને ભાગી જતાં બેંકમાં તથા વડાલીમાં ચકચાર મચી જવા પામી હતી.
બેગ કાપીને રોકડ લઈ ગઠિયો ફરાર થયો
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સોમવારે વડાલીમાં (Wadali) રહેતા સુરતી બિપીનચંદ્ર દેવશંકર પોતાના ઘરેથી અંદાજે રૂ.1.50 લાખ થેલીમાં લઈને સાબરકાંઠા બેંકની (Sabarkantha Bank) શાખામાં જમા કરાવવા માટે ગયા હતા. દરમિયાન તેઓ રોકડ ભરેલી થેલી પોતાની બાજુમાં મુકીને સ્લીપ ભરતા હતા ત્યારે અજાણ્યા શખ્સે આવી બેગ કાપીને રોકડ લઈ પોબારા ભણી ગયો હતો.
CCTV ફૂટેજના આધારે તપાસ
તો બીજી તરફ બિપીનભાઈ સુરતી બેંકના કાઉન્ટર પર રોકડ જમા કરાવવા ગયા ત્યારે બેગ કાપીને અજાણ્યો શખ્સ રોકડ લઈ ભાગી ગયો હોવાનું જણાતાં તેમણે આસપાસમાં તપાસ કરી હતી. છતાં કોઈ સગડ ન મળતાં તેમણે તરત જ વડાલી પોલીસ સ્ટેશનમાં (Wadali Police Station) જઈ જાણ કરી હતી. પોલીસે બેંકની શાખામાં આવી સીસીટીવી ફૂટેજ તપાસીને ગઠિયાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન સમગ્ર ઘટના અંગે ફરજ પરના બેંક કર્મચારીએ CCTV ફૂટેજ તપાસતાં તેમાં 3 અજાણ્યા શખ્સોની હિલચાલ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે પણ વડાલીમાંથી અજાણ્યા શખ્સો અંદાજે રૂ. 6 લાખથી વધુની રોકડ ચોરી કરીને લઈ ગયા બાદ 36 કલાક પછી ફરીથી અજાણ્યા શખ્સોએ રોકડની ઉઠાંતરી કરીને જાણે કે પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું સ્થાનિક રહિશો માની રહ્યા છે.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા