ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'શોર્યનો રંગ ખાખી' ચાલો આ ઐતિહાસિક ઇવેન્ટમાં આપવામાં આવનારા એવોર્ડસ પર એક નજર કરીએ

ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિરમાં 9 ઓગસ્ટે એક ઐતિહાસિક ઇવેન્ટ યોજાવા જઇ રહી છે.. આ ઇવેન્ટ એટલે શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ. 9 તારીખે સાંજે છ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમને લઇને ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ છે. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા એક વેબસીરીઝ...
01:25 PM Aug 07, 2023 IST | Vishal Dave
ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિરમાં 9 ઓગસ્ટે એક ઐતિહાસિક ઇવેન્ટ યોજાવા જઇ રહી છે.. આ ઇવેન્ટ એટલે શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ. 9 તારીખે સાંજે છ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમને લઇને ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ છે. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા એક વેબસીરીઝ...

ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિરમાં 9 ઓગસ્ટે એક ઐતિહાસિક ઇવેન્ટ યોજાવા જઇ રહી છે.. આ ઇવેન્ટ એટલે શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ. 9 તારીખે સાંજે છ વાગ્યે યોજાનારા આ કાર્યક્રમને લઇને ગુજરાતભરમાં ઉત્સાહનો માહોલ છે. ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા એક વેબસીરીઝ અને બુક લોન્ચ કરશે જેનું નામ છે કાશ્મીર 2023 એક નયા સવેરા. જેને પ્રોડ્યુસ કરી છે ગુજરાત ફર્સ્ટના એમડી શ્રી જસ્મીનભાઇ પટેલે અને ડિરેક્ટ કરી છે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ શ્રીવિવેકકુમાર ભટ્ટે. આ વેબ સીરીઝને હોસ્ટ કરી છે મનોજ જોશીએ.. આ ઇવેન્ટને આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની સાથે-સાથ ઓટીટી ડિઝિટલ પ્લેટફોર્મ પર લાઇવ નીહાળી શકશો.. સાથે જ આ કાર્યક્રમાં ખાખીનું ગૌરવ વધારનારા જાંબાજ પોલીસ કર્મીઓ અને વીર જવાનોને એવોર્ડ આપીને સન્માનિત કરાશે. ચાલો આપને જણાવીએ કે આ કાર્યક્રમમાં કયા- કયા એવોર્ડ આપવામાં આવનાર છે.

કાર્યક્રમમાં આ ખાખી એવોર્ડ આપવામાં આવશે

બેસ્ટ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ (ગુજરાત પોલીસ)
બેસ્ટ હ્યુમેનિટેરીયન એવોર્ડ (ગુજરાત પોલીસ)
બેસ્ટ સર્વિસ ટુ ધ નેશન (ગુજરાત પોલીસ)
બેસ્ટ ઇનિશ્યેટિવ બાય સિટી પોલીસ કમિશ્નર્સ (ગુજરાત પોલીસ)
બેસ્ટ ઇનિશ્યેટિવ બાય ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર (ગુજરાત પોલીસ)
લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ઇન પોલીસ (ગુજરાત પોલીસ)
બેસ્ટ ઇનિશ્યેટિવ બાય બીએસએફ
બેસ્ટ ઇનિશ્યેટિવ બાય સીઆરપીએફ
બેસ્ટ ઇનિશ્યેટિવ બાય સીઆઇએસએફ
પોલીસ અધિકારી અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાશે

ઉપરાંત આ કાર્યક્રમમાં કોવિડ-10 મહામારી દરમિયાન પ્રજાની વચ્ચે રહીને ફરજ બજાવી મોતને ગળે લગાડનારા પોલીસ અધિકારી અને જવાનોને શ્રદ્ધાંજલિ પણ અપાશે.

ગુજરાત ફર્સ્ટ પર 9 ઓગષ્ટે સાંજે 6 વાગ્યાથી લાઇવ નિહાળી શકશો
આ ઐતિહાસિક એવોર્ડ શોને આપ ગુજરાત ફર્સ્ટ પર 9 ઓગષ્ટે સાંજે 6 વાગ્યાથી લાઇવ નિહાળી શકશો અને ઘેર બેઠા ઐ ઐતિહાસિક ક્ષણોના ભાગીદાર બની શકશો.

 

 

Tags :
Awardshistoric eventpresentedShorya no Rang Khakhitake a look
Next Article