ICC T20 RANKINGS : હાર્દિક પંડયા બન્યો નંબર-1, ટોપ 10 માં મોટો ફેરફાર
ICC T20 RANKINGS : T20 વર્લ્ડ કપ 2024 પૂરા થયા બાદ ICC દ્વારા નવી T20 રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ નંબર વનનું સ્થાન મેળવ્યું છે. અહીં અમે ICC T20 રેન્કિંગમાં ઓલરાઉન્ડર્સની વાત કરી રહ્યા છીએ. હાર્દિક પંડ્યા અને શ્રીલંકાના વાનિન્દુ હસરાંગાના રેટિંગ સમાન હોવા છતાં ICC દ્વારા હાર્દિકને નંબર વન પર રાખવામાં આવ્યો છે. જો આપણે બાકીના ટોપ 10 વિશે વાત કરીએ તો ત્યાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે .
હાર્દિક પંડ્યા અને હસરંગાની રેટિંગ સમાન છે.
ICC દ્વારા જાહેર કરાયેલ ટી20માં ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા 222 રેટિંગ સાથે નંબર વન બની ગયો છે. તેણે બે સ્થાનની છલાંગ લગાવી છે. હાર્દિક પંડ્યાએ ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ અને ત્યારપછીની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં પણ તેનો મોટો અને મહત્વનો ફાળો હતો, જ્યારે તે મેચની છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. જો વાનિન્દુ હસરંગાની વાત કરીએ તો તે પણ 222 રેટિંગ સાથે હાર્દિકની સાથે પ્રથમ સ્થાને છે.
Hardik Pandya rises to No.1 in the latest ICC Men's T20I All-rounder Rankings 🔝
How the Rankings look after #T20WorldCup 2024 ⬇️https://t.co/vbOk3XT7C3
— ICC (@ICC) July 3, 2024
માર્કસ સ્ટોઇનિસ ત્રીજા સ્થાન પર
આ પછી જો ત્રીજા નંબરની વાત કરીએ તો અહીં ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસ આવ્યા છે. તેને પણ એક સ્થાનનો જમ્પ મળ્યો છે. તે હવે આ યાદીમાં 211 રેટિંગ સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે 210 રેટિંગ સાથે ચોથા નંબરનો ઓલરાઉન્ડર બની ગયો છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 206 રેટિંગ સાથે 5માં નંબરે પહોંચવામાં સફળ રહ્યો છે.
મોહમ્મદ નબીને થયું નુકસાન
આ દરમિયાન અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને નુકસાન થયું છે. તેનું રેટિંગ 205 છે, તે 4 સ્થાન નીચે છઠ્ઠા સ્થાને આવી ગયો છે. નેપાળના દીપેન્દ્ર સિંહ 199 રેટિંગ સાથે સાતમા નંબર પર યથાવત છે. ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટન એક સ્થાન ઉપર પહોંચી ગયો છે. તે હવે 187 રેટિંગ સાથે આઠમા નંબર પર છે. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ 186 રેટિંગ સાથે 9માં નંબર પર છે. તેણે પણ એક સ્થાન ગુમાવ્યું છે. ઈંગ્લેન્ડનો મોઈન અલી હવે નવમાથી દસમા સ્થાને સરકી ગયો છે. તેનું રેટિંગ 174 છે.
આ પણ વાંચો - cricket news : સંન્યાસને લઈને ડેવિડ મિલરનો ચોંકાવનારો ખુલાસો, કહી આ વાત
આ પણ વાંચો - બેડમિન્ટન કોર્ટમાં 17 વર્ષીય આંતરરાષ્ટ્રીય ચીની ખેલાડીને આવ્યો હાર્ટ એટેક, ગુમાવ્યો જીવ!
આ પણ વાંચો - ZIMBABWE સામેની સિરીઝ માટે આ ત્રણ IPL સ્ટાર્સનો ટીમમાં કરાયો સમાવેશ!