IND vs ENG: રોહિતે રચ્યો ઇતિહાસ, આ કારનામું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન
IND vs ENG: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે 92 રન બનાવીને તબાહી મચાવનાર રોહિત ઈંગ્લેન્ડ (IND vs ENG: )સામે રમાઈ રહેલી T20 વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિતે અત્યાર સુધી 26 બોલમાં 6 ફોર ફટકારીને 37 રન બનાવ્યા છે. આ સાથે તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
કેપ્ટન તરીકે 5000 રન પૂરા કર્યા
રોહિત શર્માએ કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા છે. આ સાથે તે ઈલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટનોની યાદીમાં રોહિત પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલીનું નામ ટોચ પર છે. કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે 12883 રન બનાવ્યા છે. જ્યારે એમએસ ધોની બીજા સ્થાને છે. ધોનીએ 11207 રન બનાવ્યા હતા. મોહમ્મદ અઝહરુદ્દીન 8095 રન સાથે ત્રીજા અને સૌરવ ગાંગુલી 7643 રન સાથે ચોથા સ્થાન પર છે. હવે આ યાદીમાં રોહિત શર્માનું નામ પણ જોડાઈ ગયું છે.
The BCCI poster for captain Rohit Sharma. pic.twitter.com/ezcmRQlSLZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024
T20Iમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી તેણે 158 મેચમાં 140.77ની સ્ટ્રાઈક રેટ અને 32.32ની એવરેજથી 4202 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 31 ફિફ્ટી સામેલ છે. રોહિત બાદ પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ બીજા નંબર પર છે. બાબરના નામે 123 મેચમાં 4145 રન છે. વિરાટ કોહલી 4112 રન બનાવીને આ યાદીમાં ત્રીજા સ્થાને છે. કોહલી આ વર્લ્ડકપમાં ફ્લોપ સાબિત થયો છે. તેના બેટથી રન બનાવવા મુશ્કેલ બની રહ્યા છે.
આ પણ વાંચો - Virat Kohli: સસ્તામાં આઉટ થયો કોહલી, સેમિફાઇનલમાં પહેલીવાર થયું આવું!
આ પણ વાંચો - India Vs England : રોહિત શર્મા ટોસ હાર્યા પછી પણ કેમ ખુશ થયા?
આ પણ વાંચો - IND vs ENG : ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય