Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPL 2024 : ભારતના આ 14 ખેલાડીઓ પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ

IPL 2024 દરમિયાન વિદેશી ખેલાડીઓની ડિમાન્ડ વધુ રહેશે પરંતુ ભારતીય કેપ્ડ પ્લેયર્સ પર પણ ફ્રેન્ચાઇઝી ખુબ બોલી લગાવવાની છે. દુબઈમાં 19 ડિસેમ્બર એ યોજાનારી હરાજી માટે BCCI દ્વારા જારી અખબારી યાદી અનુસાર હરાજી માટે કુલ 116 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું...
ipl 2024   ભારતના આ 14 ખેલાડીઓ પર થઈ શકે છે રૂપિયાનો વરસાદ
Advertisement

IPL 2024 દરમિયાન વિદેશી ખેલાડીઓની ડિમાન્ડ વધુ રહેશે પરંતુ ભારતીય કેપ્ડ પ્લેયર્સ પર પણ ફ્રેન્ચાઇઝી ખુબ બોલી લગાવવાની છે. દુબઈમાં 19 ડિસેમ્બર એ યોજાનારી હરાજી માટે BCCI દ્વારા જારી અખબારી યાદી અનુસાર હરાજી માટે કુલ 116 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 333 નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ હરાજી દ્વારા 10 ટીમોમાં કુલ 77 ખેલાડીઓને લેવામાં આવશે.

Advertisement

214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી

Advertisement

333 ખેલાડીઓની યાદીમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડી છે. 116 ખેલાડી એવા છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુક્યા છે, જ્યારે 215 ખેલાડી અનકેપ્ડ છે. બે ખેલાડી એસોસિએટ દેશોના પણ છે. પરંતુ ઓક્શન પુલમાં વધુ કેપ્ડ ખેલાડીઓ હાજર નથી, જેના કારણે કેટલાક ખેલાડીઓનું ભાગ્ય ચમકી શકે છે. પાછલા મહિને ફ્રેન્ચાઇઝીઓએ કેટલાક માટે ખેલાડીઓને રિલીઝ કર્યાં હતા, તેવામાં બીજી ટીમો પાસે તેને સામેલ કરવાની સારી તક છે.

14 કેપ્ડ ભારતીય ખેલાડીઓ રહેશે હાજર
દુબઈમાં યોજાનાર IPL 2024 મિની ઓક્શનમાં કુલ 333 ખેલાડીઓના પુલમાં 14 કેપ્ડ ભારતીય ખેલાડીઓ હાજર છે. 14 ભારતીય કેપ્ડ ખેલાડીઓમાંથી ત્રણ ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર અને હર્ષલ પટેલે પોતાની બેસ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખી છે. શાર્દુલ અને હર્ષલ પટેલ પર મોટી બોલી લાગી શકે છે. 11 ખેલાડીઓની બેસ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે. 333 ખેલાડીઓને 19 અલગ-અલગ સેટમાં રાખવામાં આવ્યા છે, જેમાં બેટર, ઓલરાઉન્ડર, ફાસ્ટ બોલર, સ્પિનર, વિકેટકીપરના સેટ અને કેપ્ડ તથા અનકેપ્ડ ખેલાડીઓના સેટ સામેલ છે.

50 લાખ બેસ પ્રાઇઝવાળા ખેલાડી
વરૂણ એરોન, કેએસ ભરત, સિદ્ધાર્થ કૌલ, શિવમ માવી, કરૂણ નાયર, મનીષ પાંડે, ચેતન સાકરિયા, બરિંદર સરન, જયદેવ ઉનડકટ, હનુમા વિહારી અને સંદીપ વારિયર.

આ પણ વાંચો -ક્રિકેટનું મક્કા’ કહેવાતા ઇડન ગાર્ડન્સમાંથી 21 વર્ષીય યુવકનો શવ મળ્યો, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×