Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KKR vs SRH:કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી

KKR vs SRH:આજે Qualifier-1માં ટેબલ ટોપર કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ ( KKR vs SRH)સાથે થશે. જો કે બંને ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે.  પરંતુ KKR અને હૈદરાબાદ આ મેચ જીતીને ટાઇટલ મેચમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદે ટોસ...
kkr vs srh કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી

KKR vs SRH:આજે Qualifier-1માં ટેબલ ટોપર કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ ( KKR vs SRH)સાથે થશે. જો કે બંને ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળશે.  પરંતુ KKR અને હૈદરાબાદ આ મેચ જીતીને ટાઇટલ મેચમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાએ સનરાઈઝર્સ હૈદરાબાદને 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ કર્યું હતું. શ્રેયસ અને વેંકટેશ ઐયરની અણનમ ફિફ્ટીની ઇનિંગની મદદથી 13.4 ઓવરમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું.

Advertisement

KKRએ 2012 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો

તમને જણાવી દઈએ કે કેકેઆર આ પહેલા 2012 અને 2014માં ફાઈનલમાં પ્રવેશ્યું હતું અને ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં બંને વખત ટાઈટલ જીત્યું હતું. આ પછી, 2021 સીઝનમાં, તેઓ ઓએન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચ્યા, પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા. હવે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Advertisement

શ્રેયસ અને વેંકટેશે અણનમ ફિફ્ટી ફટકારી

આ ક્વોલિફાયર-1 મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં KKRએ 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. KKR માટે પણ કેપ્ટન શ્રેયસ ઐયરે 24 બોલમાં 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે વેંકટેશ અય્યરે 28 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 44 બોલમાં 97 રનની અણનમ ભાગીદારી થઈ હતી. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સ અને ટી નટરાજને 1-1 વિકેટ લીધી હતી.

Advertisement

હૈદરાબાદ Vs કોલકાતા સામસામે

  • કુલ મેચ: 27
  • કોલકાતા જીત્યું: 18
  • હૈદરાબાદ જીત્યું: 9

બન્ને ટીમના  ખેલાડીઓ

કોલકાતા નાઈટ રાઈડર્સઃ રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ઈમ્પેક્ટ : અનુકુલ રોય, મનીષ પાંડે, નીતિશ રાણા, કેએસ ભરત, શેરફેન રધરફોર્ડ.

સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાંત અને ટી નટરાજન.

ઈમ્પેક્ટ : સનવીર સિંહ, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, જયદેવ ઉનડકટ

આ પણ  વાંચો - RCB vs RR: Eliminatorમાં કિંગ કોહલી રચશે ઈતિહાસ! IPLમાં કોઈ બેટ્સમેન આવું કરી શક્યો નથી

આ પણ  વાંચો - આ ધાકડ પ્લેયરનો હવે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ટીમમાં કરાયો સમાવેશ, IPL 2024 માં પણ મચાવી ચૂક્યો છે ધૂમ

આ પણ  વાંચો - Ahmedabad એરપોર્ટ પર IPL ની 3 ટીમો પહોંચે તે પહેલા પહોંચ્યા આતંકવાદી અને અચાનક…

Tags :
Advertisement

.