Virat Kohli: સસ્તામાં આઉટ થયો કોહલી, સેમિફાઇનલમાં પહેલીવાર થયું આવું!
Virat Kohli: T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવી છે. આ વર્લ્ડ કપમાં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલો વિરાટ કોહલી (Virat Kohli)આ મેચમાં પણ શાંત રહ્યો. આ મોટી મેચમાં પણ તે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી સાથે કંઈક એવું થયું જે તેની કારકિર્દીમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું.
વિરાટ ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નથી
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી આ મેચમાં વિરાટ કોહલી માત્ર 9 બોલનો સામનો કરી શક્યો હતો. આ દરમિયાન તેણે 1 છગ્ગાની મદદથી 9 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં આ પહેલીવાર છે જ્યારે વિરાટ કોહલી અડધી સદી ફટકાર્યા વિના આઉટ થયો હોય. આ પહેલા વિરાટ કોહલી T20 વર્લ્ડ કપની 4 નોકઆઉટ મેચ રમી ચૂક્યો છે. આ તમામ મેચોમાં વિરાટ કોહલીના બેટમાંથી અડધી સદી જોવા મળી હતી. પરંતુ આ વખતે વિરાટ ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યો નથી.
Ben stokes, Ben stokes, Ben stokes, just why Kohli why????😭😭😭😭😭#INDvsENG2024 pic.twitter.com/g859W7AuOD
— Fenil Kothari (@fenilkothari) June 27, 2024
T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં વિરાટ કોહલીનો સ્કોર
- 72* રન - વિ દક્ષિણ આફ્રિકા, 2014
- 77 રન - વિ શ્રીલંકા, 2014
- 89* રન - વિ વેસ્ટ ઈન્ડિઝ, 2016
- 50 રન - વિ ઈંગ્લેન્ડ, 2022
- 9 રન - વિ ઈંગ્લેન્ડ, 2024
T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીનું પ્રદર્શન
- વિ આયર્લેન્ડ - 1 રન
- વિ પાકિસ્તાન - 4 રન
- વિ યુએસએ - 0 રન
- વિ અફઘાનિસ્તાન - 24 રન
- વિ બાંગ્લાદેશ - 37 રન
- વિ ઓસ્ટ્રેલિયા - 0 રન
- વિ ઇંગ્લેન્ડ - 9 રન
બંને ટીમના ખેલાડીઓ
ભારતના પ્લેઈંગ : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ : ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી.
આ પણ વાંચો - Vadodara: ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા કોફીથી બનાવી પેઈન્ટિંગ, જુઓ video
આ પણ વાંચો - IND vs ENG : ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય
આ પણ વાંચો - T20 WORLD CUP માં ખરાબ પ્રદર્શન બાદ SRI LANKA ની ટીમમાં ખળભળાટ!