Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુદાનની સ્થિતિ નર્ક કરતા પણ ભયાવહ, 50 વર્ષથી લોકો ભૂખમરો-હિંસાનો થયેલા શિકાર

Sudan Civil War: ઉત્તર-પૂર્વી Africa માં Sudan કરીને દેશ આવેલો છે. તો Africa ના ભૂસ્તરના આધારે Africa માં આ 3 સૌથી મોટો દેશ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી Sudan યુદ્ધમાં ફંસાયેલો દેશ છે. પરંતુ આ યુદ્ધની સૌથી ભયાનક...
સુદાનની સ્થિતિ નર્ક કરતા પણ ભયાવહ  50 વર્ષથી લોકો ભૂખમરો હિંસાનો થયેલા શિકાર
Advertisement

Sudan Civil War: ઉત્તર-પૂર્વી Africa માં Sudan કરીને દેશ આવેલો છે. તો Africa ના ભૂસ્તરના આધારે Africa માં આ 3 સૌથી મોટો દેશ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી Sudan યુદ્ધમાં ફંસાયેલો દેશ છે. પરંતુ આ યુદ્ધની સૌથી ભયાનક અસર Sudan ની મહિલાઓ પર થઈ છે. તો યુદ્ધને કારણે Sudan માં આર્થિક વ્યવહાર ઠપ થઈ ગયો છે. તેથી Sudan માં દરેક વ્યક્તિને આર્થિક રીતે જીવન વિતાવવું અતિ મુશ્કેલ બની રહ્યું છે.

  • સૈનિકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવે

  • મહિલાઓ અને નાની વયની યુવતીઓનો સૌથી વધુ શિકાર

  • 1 કરોડથી વધુ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે

તેના કારણે મહિલાઓ પોતાનું અને તેમના બાળકોનું પેટ ભરવા માટે મહિલાઓ દેહ વ્યપાર કરવા પર મજબૂર બની છે. ત્યારે 1956 માં આઝાદ થયેલો આ દેશ આજે પણ હિંસા, લાલસ, અત્યાચાર, ભૂખમરી, ગરીબી, રાજતંત્ર અને યુદ્ધની ગુલામીમાં જકડાયેલો દેશ છે. ત્યારે Sudan ના ઓમ્ડરમૈન નામના શહેરમાં રહેતી મહિલાઓ જણાવે છે કે, તેમને ખોરાક બદલ સૈનિકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવે છે. જોકે ઓમ્ડરમૈનમાં શરૂ થયેલી લડાઈના સમયગાળામાં ત્યાંથી ભાગીને નીકળેલી મહિલાઓએ પોતાની આપવીતી જણાવી છે.

Advertisement

Advertisement

મહિલાઓ અને નાની વયની યુવતીઓનો સૌથી વધુ શિકાર

મહિલાઓ કહે છે કે, હાલ Sudan માં આર્થિક રીતે સધ્ધર થવા માટે કોઈ ઉપાય રહ્યો નથી. તેના કારણે Sudan ના સૈનિકો સાથે મહિલાઓ શારીરિક સંબંધ બાંધે છે. જેના બદલામાં સૈનિકો મહિલાઓ અને તેમના બાળકો માટે ખોરક પૂરો પાડે છે. તો બીજી તરફ અનેક એવી મહિલાઓ છે, જેના ઘરમાં વૃદ્ધ લોકો રહે છે. તેવી મહિલાઓ અને નાની વયની યુવતીઓ સૌથી વધુ શિકાર થયેલા છે. મહિલાઓ અને યુવતીઓ સાથે સૈનિકો જાતીય સંબંધ બાંધીને તેમને ખાલી પડેલા મકાનો અને સ્થળો પરથી જીવન ટકાવી રાખવાની પરવાનગી આપે છે.

1 કરોડથી વધુ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે

તો બીજી તરફ Sudan માં દશકોથી ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના મોત નિપજ્યા છે. અને 1 કરોડથી વધુ લોકો સ્થળાંતર કરી ચૂક્યા છે. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર 2.6 કરોડથી વધુ લોકોને ખાદ્ય સુરક્ષાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં સૈનિકો દ્વારા જાતીય સતામણીના અહેવાલો 15 એપ્રિલ 2023 ના રોજ સંઘર્ષ શરૂ થયાના થોડા દિવસો પછી બહાર આવવા લાગ્યા હતાં. કેટલીક મહિલાઓએ એમ પણ જણાવ્યું કે સૈનિકો ખાલી પડેલા મકાનોમાં રહેવાની પરવાનગી મેળવવા માટે જાતીય સંબંધ રાખવા પર મજબૂર કરે છે.

આ પણ વાંચો: ટ્રમ્પ પર ફાયરિંગ બાદ સિક્રેટ સર્વિસના ડિરેક્ટરે આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×