9 જિંદગીઓને હતી ન હતી કરી દેનાર તથ્યની નફ્ફ્ટાઇ, કહ્યું 'થાય એ કરી લો'
9-9 લોકોને મોતને ઘાટ ઉતારતો અકસ્માત સર્જનાર તથ્ય પટેલની નફ્ફટાઇ સામે આવી.. મીડિયાએ જ્યારે આ અંગે તથ્ય સામે સવાલોનો મારો ચલાવ્યો ત્યારે તથ્યએ બિલકુલ નફ્ફટાઇથી જવાબ આપ્યો કે થાય એ કરી લો.. સીધો અર્થ છે કે તથ્યને તેનાથી જે કૃત્ય થયુ તેનો તેને કોઇ જ અફસોસ નથી.. તેના હાથે 9-9 જિંદગીઓ હતી ન હતી થઇ ગઇ તેનો પણ તેને કોઇ જ અફસોસ નથી.
મહત્વપૂર્ણ છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે.. પોલીસ તથ્ય પટેલને લઇને રવાના થઇ ગઇ છે, મહત્વપૂર્ણ છે કે 9 જિંદગીઓનો ભોગ લેનાર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ પર ટોળાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકોએ તથ્યને મેથીપાક ચખાડ્યો હતો.. જે બાદ સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. જો કે હવે તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી સરખેજ પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો, જ્યાં પોલીસ સ્ટેશનમાં તથ્યએ આ નફ્ફટાઇભર્યુ નિવેદન આપ્યુ હતું



