ભારતમાં કોરોનાથી કેટલા લોકોના મોત થયા ? CRS રિપોર્ટમાં જાહેર કર્યો આંકડો
કોરોના વાયરસ હજુ પણ ભારત સહિત વિશ્વભરમાં કહેર વર્તાવી રહ્યો છે. આ કોરોના
વાયરસે વિશ્વભરમાં હજારો લોકોને ભરખી ગયો છે. ભારતમા કોરોનાથી થયેલા મોતને લઈને એક
રિપોર્ટમાં આંકડો જાહેર કરવામાં આવ્યો છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના રિપોર્ટ અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં
5.2 લાખ લોકોએ કોરોનાને કારણે જીવ
ગુમાવ્યો છે. CRS
2020 રિપોર્ટ જણાવે છે કે 28 એપ્રિલ 2022 સુધી કોરોનાને કારણે કુલ 5,23,693 લોકોના મોત થયા છે. વર્ષ 2020માં કોરોનાના કારણે કુલ 1.48 લાખ લોકોના મોત થયા છે. જ્યારે 2021 માં આ સંખ્યા વધીને 3,32,492 થઈ ગઈ. 2022માં અત્યાર સુધીમાં 42,207 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા
છે.
ઉલ્લેખનિય છે કે CRS હેઠળ ભારતમાં જન્મ અને મૃત્યુનો
રેકોર્ડ રાખવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર 2020માં જન્મ નોંધણીમાં મોટો ઘટાડો થયો હતો. તો બીજી તરફ મૃત્યુ નોંધણીમાં ઘણો વધારો થયો હતો. CRS રિપોર્ટ 2020 જણાવે છે કે બર્થ રજિસ્ટ્રેશન 2018માં 11.65 લાખ અને 2019માં 15.51 લાખથી ઘટીને 5.98 લાખ થઈ ગયું છે. 2020ના આંકડામાં જોઈ શકાય છે કે 2019ની સરખામણીમાં મૃત્યુઆંકમાં 4.75 લાખનો વધારો થયો છે. મંગળવારે ભારતમાં કોરોનાના કુલ 2568 નવા કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,30,84,913 થઈ ગઈ છે. હવે માત્ર 19137 દર્દીઓ સારવાર હેઠળ છે.મંગળવારના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દૈનિક કોરોના કેસનો દર 0.61 છે. ભારતમાં રસીકરણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 189.23 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં
આવ્યા છે.