ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટ મહાનગર પાલિકાના ફાયર વિભાગની કચેરી જર્જરીત, લોકોના જીવ બચાવતા કર્મચારીઓના જીવ ખુદ જોખમમાં

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ  રાજકોટ મહાનગર પાલિકા સેન્ટ્રલ ઝોન ઓફિસ પાછળ મુખ્ય ફાયર બ્રિગેડ કચેરી આવેલી છે, જ્યાં ફાયર સ્ટેશન ઓફિસર સહિત અંદાજે 100 જેટલા કર્મચારી ફરજ નિભાવે છે. અહીં વરસાદ આવે ત્યારે કંટ્રોલ રૂમમાં પાણી ટપક ટપક થાય છે...
11:55 AM Jul 03, 2023 IST | Vishal Dave
અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ  રાજકોટ મહાનગર પાલિકા સેન્ટ્રલ ઝોન ઓફિસ પાછળ મુખ્ય ફાયર બ્રિગેડ કચેરી આવેલી છે, જ્યાં ફાયર સ્ટેશન ઓફિસર સહિત અંદાજે 100 જેટલા કર્મચારી ફરજ નિભાવે છે. અહીં વરસાદ આવે ત્યારે કંટ્રોલ રૂમમાં પાણી ટપક ટપક થાય છે...

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ 

રાજકોટ મહાનગર પાલિકા સેન્ટ્રલ ઝોન ઓફિસ પાછળ મુખ્ય ફાયર બ્રિગેડ કચેરી આવેલી છે, જ્યાં ફાયર સ્ટેશન ઓફિસર સહિત અંદાજે 100 જેટલા કર્મચારી ફરજ નિભાવે છે. અહીં વરસાદ આવે ત્યારે કંટ્રોલ રૂમમાં પાણી ટપક ટપક થાય છે ટેલિફોન ટેબલ સાચવવા માટે પ્લાસ્ટિક ઢાંકવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે સૌથી મોટો સવાલ છે જે લોકોની જવાબરી લોકોના જીવ બચાવવાની છે, તેમના પોતાના જીવજ જોખમમાં છે..જો અચાનક ફાયર ઓફિસની છત પડે તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે.

ચોમાસામાં વરસાદી વાતાવરણમાં રાજકોટ ફાયર બ્રિગેડના જવાનો જ્યારે ફ્રી હોય અથવા કોઈપણ કોલ પૂર્ણ કરી પરત ફરે ત્યારે કંટ્રોલ રૂમ પાછળ આવેલા સ્ટાફ રૂમમાં છતમાંથી પાણી ટપકે છે, સ્થિતિ એ છે કે હવે ત્યાં સળીયા પણ દેખાવા લાગ્યા છે.

જ્યારે જવાનો આરામ કરતા હોય અને છત પડે તો કોણ જવાબદારી લેશે..તાજેતરમાં બિપરજોય વાવાજોડા દરમિયાન પદાધિકારી અને અધિકારી સતત કંટ્રોલ રૂમમાં હાજર હતા તેમને આ જર્જરિત ઇમારત કેમ ન દેખાઇ

Tags :
dangerdilapidatedEmployeesfire departmentlivesRAJKOTRajkot Municipal Corporation
Next Article