ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વડાપ્રધાન મોદીએ લખેલો ગરબો વિશ્વ વિક્રમ રચશે, આ ગરબા પર એક સાથે એક લાખ લોકો ગરબે ઘુમશે

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ  રાજકોટના રેસકોર્સમાં શરદ પૂનમની રઢીયાળી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખીત ગરબા ઉપર રાજકોટવાસીઓ વિશ્વ વિક્રમી રાસ રમનાર છે. એક લાખ ખેલૈયાઓ દ્વારા માડી ગરબા ઉપર રાસ ૨મીને વિશ્વ વિક્રમ સર્જવામાં આવશે. જેની ગીનીસ બૂક ઓફ વર્લ્ડ...
11:58 AM Oct 25, 2023 IST | Vishal Dave
અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ  રાજકોટના રેસકોર્સમાં શરદ પૂનમની રઢીયાળી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખીત ગરબા ઉપર રાજકોટવાસીઓ વિશ્વ વિક્રમી રાસ રમનાર છે. એક લાખ ખેલૈયાઓ દ્વારા માડી ગરબા ઉપર રાસ ૨મીને વિશ્વ વિક્રમ સર્જવામાં આવશે. જેની ગીનીસ બૂક ઓફ વર્લ્ડ...

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ 

રાજકોટના રેસકોર્સમાં શરદ પૂનમની રઢીયાળી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખીત ગરબા ઉપર રાજકોટવાસીઓ વિશ્વ વિક્રમી રાસ રમનાર છે. એક લાખ ખેલૈયાઓ દ્વારા માડી ગરબા ઉપર રાસ ૨મીને વિશ્વ વિક્રમ સર્જવામાં આવશે. જેની ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયન ટ્રેડિશનલ બૂક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવનાર છે.

તા.28ને શરદ પૂનમની રાતે 7થી 11 સુધી ગરબા ૨માશે

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ હતું કે, રાજકોટના રેસકોર્સ ખાતે તા.28ને શરદ પૂનમની રાતે 7થી 11 સુધી ગરબા ૨માશે. કલાકાર પાર્થિવ ગોહિલ અને તેની ટીમ દ્વારા લોકોને રાસે રમાડવામાં આવશે. વડાપ્રધાન દ્વારા લખેલા ગરબા ઉપર એક લાખ લોકો એકી સાથે ગરબા રમતા તેનો વિશ્વ વિક્રમ નોંધાશે અને આ માટે ત્રણ ટીમો નોંધણી કરવા માટે આવવાની છે.

30 જેટલી મેડિકલ ટીમ સ્થળ પર ખડે પગે રહેશે

ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શનિવારના રોજ વિશ્વ વિક્રમ સર્જાશે આ કાર્યક્રમમાંપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ. ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા સહિતના સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો અને ભાજપ આગેવાનો તેમજ ગણમાન્ય આગેવાનો હાજરી આપશે. ગરબા રમતા હાર્ટ અટેક આવવાની વધતી ઘટનાઓને પગલે 30 જેટલી મેડિકલ ટીમ સ્થળ પર ખડે પગે રહેશે સાથે જ 10 જેટલી 108 પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે

અગાઉ વડોદરામાં 60 હજાર ખેલૈયાઓનો રેકોર્ડ હતો

અત્યાર સુધી વધુમાં વધુ 60 હજાર લોકો એકસાથે એક જ જગ્યાએ રાસ રમતા હોય તેનો રેકોર્ડ નોંધાયેલો છે. હવે રાજકોટ ખાતે રેસકોર્સ મેદાનમાં એકી સાથે એક લાખ લોકો ગરબા રમતા આ રેકોર્ડ તૂટશે

ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા પ્રથમવાર આટલુ મોટુ આયોજન

ડ્રગ્સની બદી એ સમગ્ર ભારતભરમાં અને ગુજરાતના મોટા શહેરોમાં પણ પોતાનો વિકરાળ ભરડો લઇ રહી છે. શહેરના અનેક યુવાન યુવતીઓ જાણ્યે-અજાણ્યે ડ્રગ્સની ચુંગલમાં સપડાય જાય છે. આ દુષણને ડામવા સરકાર અને તંત્ર પણ પોતાનું કામ ખૂબ જ ગંભીરતાથી અને કટિબદ્ધતાથી કરી રહી છે, પરંતુ સમાજના સહકાર અને સહપ્રયત્નો વગર આ દુષણને ડામવું અઘરું છે. તેથી યુવાઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનો ડ્રગ્સ મુક્તિ અંગે સંકલ્પ કરે, સમાજમાં ડ્રગ્સની આ બદીને દૂર કરવા માટેની જાગૃતિ કેળવાય તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન થવા જઇ રહ્યું છે

Tags :
Garbomodione lakh peopleperformPrime Ministersimultaneouslyworld recordWritten
Next Article