ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુળ ગોંડલના હેર આર્ટિસ્ટે છેક મુંબઈ જઈને તારક મહેતા...ની ટીમને આપ્યો નવો લુક

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  મૂળ ગોંડલ અને હાલ રાજકોટમાં સ્થાઈ થયેલા હેર આર્ટિસ્ટ વિરેન બાગથરિયા નવરાત્રીને લઈને હાલ મુંબઇમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના સેટ પર પહોંચ્યા હતા.. તેઓ તારક મહેતાની ટીમને નવરાત્રી લુક આપશે. વિરેન બાગથરિયા નાના એવા ગામમાંથી...
06:33 PM Oct 08, 2023 IST | Vishal Dave
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  મૂળ ગોંડલ અને હાલ રાજકોટમાં સ્થાઈ થયેલા હેર આર્ટિસ્ટ વિરેન બાગથરિયા નવરાત્રીને લઈને હાલ મુંબઇમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના સેટ પર પહોંચ્યા હતા.. તેઓ તારક મહેતાની ટીમને નવરાત્રી લુક આપશે. વિરેન બાગથરિયા નાના એવા ગામમાંથી...

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

મૂળ ગોંડલ અને હાલ રાજકોટમાં સ્થાઈ થયેલા હેર આર્ટિસ્ટ વિરેન બાગથરિયા નવરાત્રીને લઈને હાલ મુંબઇમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના સેટ પર પહોંચ્યા હતા.. તેઓ તારક મહેતાની ટીમને નવરાત્રી લુક આપશે. વિરેન બાગથરિયા નાના એવા ગામમાંથી તનતોડ મહેનત કરી આગળ આવ્યા છે, અને આજે સેલિબ્રેટીઓના હેર કટ કરી નવો લુક આપે છે.

નાના એવા ગામમાંથી જ્યારે રાજકોટ જેવા મેટ્રો સિટીમાં નોકરી માટે આવેલા વિરેન બગથરિયાને નોકરી ન મળી ત્યારે કઈક કરી બતાવવાના હેતુ સાથે મુંબઈ જઈ હેર આર્ટિસ્ટ તરીકેના સપના જોયા અને તાલીમ લીધી. મહેનત એવી હતી કે રંગ લાવી. આજે આ આર્ટિસ્ટ પાસે બૉલીવુડ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમ તેમજ અફઘનિસ્તાન સહિતના વિદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હેર કટ કરાવે છે અને હજારો રૂપિયાની ફી પણ ચૂકવે છે.

વિરેનએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ હું મુંબઈ તારક મહેતાના સેટ પર આવ્યો છું અને તારક મહેતાની ટીમના કલાકારોને તેમની પસંદ મુજબનો લુક આપ્યો છે. નવરાત્રી આવી રહી છે ત્યારે તે પ્રમાણે તેમની પસંદ મુજબ લુક કરી આપ્યો છે. તારક મહેતાની ટીમના જેઠાજી, બબિતાજી, ભીડે, સહિતના કલાકરોને તેમની પસંદ મુજબ હેર કટ કરી આપ્યા છે. ત્યારબાદ હું દિલ્હી ભારતીય ટીમના ખેલાડીઓની હેર કટ માટે જઈશ.

સેલિબ્રિટીઓ પોતાના લૂકને લઈને ખૂબ પઝેસિવ હોય છે તેના કારણે તેઓ એક જ આર્ટિસ્ટ પાસે હેર કટ કરાવતા હોય છે તેના કારણે વિરેને અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ સહિતના શહેરોમાં પોતાના ફ્રીલાન્સર આસિસ્ટન્ટ રાખ્યા છે.

પાકિસ્તાન સામે ભારતીય ક્રિકેટરોનો જોવા મળશે નવો લુક
વિરેનએ કહ્યું હતું કે, મેં ટીવી કલાકારો, બોલીવુડ સેલિબ્રિટી ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની હેર કટ કરી છે ત્યારે હાલ મુંબઈથી હું દિલ્હી ભારતીય ટીમના ખેલાડીઓના હેર કટ માટે જવાનો છું. ત્યારે ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલી સહિતના ખેલાડીઓનો નવો લુક જોવા મળશે. જ્યારે અફઘાનિસ્તાનના રાસીદ ખાન, નૂર અહેમદ પણ જ્યારે ભારત આવે છે ત્યારે વિરેન પાસે જ હેર કટ કરાવતા હોય છે.

 

Tags :
Gondalhair artistMUMBAInew lookTarak Mehta
Next Article