ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જનતા સમુદ્ર છે અને નેતા સમુદ્રે ફેંકેલું એક મોજું છે...

'ચાલો ખુરશી ખુરશી રમીએ'-એ એક લોકરમતનું નામ છે. INDI ગઠબંધન તો આ રમતનો પરંપરાગત ભાગ જ છે. કેટલાય ગઠબંધનો દેશે જોયા.કેટલાકને અપનાવ્યા તો કેટલાંક ઈતિહાસમાં ગરક થઇ ગયાં. ખુરશીની રમત જ 'અલક ચલાણું, અલક ચલાણું તારે ઘેર ભાણું' ની રમત...
11:25 AM Nov 21, 2023 IST | Kanu Jani
'ચાલો ખુરશી ખુરશી રમીએ'-એ એક લોકરમતનું નામ છે. INDI ગઠબંધન તો આ રમતનો પરંપરાગત ભાગ જ છે. કેટલાય ગઠબંધનો દેશે જોયા.કેટલાકને અપનાવ્યા તો કેટલાંક ઈતિહાસમાં ગરક થઇ ગયાં. ખુરશીની રમત જ 'અલક ચલાણું, અલક ચલાણું તારે ઘેર ભાણું' ની રમત...

'ચાલો ખુરશી ખુરશી રમીએ'-એ એક લોકરમતનું નામ છે.

INDI ગઠબંધન તો આ રમતનો પરંપરાગત ભાગ જ છે.
કેટલાય ગઠબંધનો દેશે જોયા.કેટલાકને અપનાવ્યા તો કેટલાંક ઈતિહાસમાં ગરક થઇ ગયાં.
ખુરશીની રમત જ 'અલક ચલાણું, અલક ચલાણું તારે ઘેર ભાણું' ની રમત છે
થોડાં થોડાં વર્ષે આ રમત રમાયા કરે છે. શરૂમાં આ રમતનું નામ હતું. 'નેહરુ પછી, કોણ?' વચ્ચે આ રમત 'ઈન્દિરા પછી, કોણ?' બની ગઈ હતી. રાજીવ ગાંધી જેવા અકસ્માતે રાજા બની ગયેલા.  ગમે એ હોય પણ આ રમત કે ગમ્મતમાં બધાને રસ છે જ.
જ્યાં પ્રજાવાદ છે ત્યાં આનો ઉત્તર સ્પષ્ટ છે : પ્રજા જેને પસંદ કરે એ ! પણ હિન્દુસ્તાનનો પ્રજાવાદ એ પ્રકારનો છે જેવો જગતભરમાં ક્યાંય નથી. ચાલીસ વર્ષથી નાના,નાની, મમ્મી અને બેટો એમ એક જ વંશની વાંશિક પરિવારશાહી ચાલે છે અને એ જ ડેમોક્રસી કહેવાય છે ! માટે આ લોકગમ્મત : 'ચાલો,ચૂંટણી ચૂંટણી રમીએ' ચાલ્યા જ કરે છે-કોઈ ગંભીરતા સિવાય.
શ્રીમતી ગાંધીની હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવી દીધા હતા. આ પૂરી વિધિ અવૈધ હતી. પ્રથમ પ્રધાનમંત્રી નિમાયા અને પછી કોંગ્રેસ સાંસદીય પક્ષે રાજીવ ગાંધીને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા !
ગાડીની સાથે ઘોડો જોડવાની ક્રિયા કરવાને બદલે આપણે પ્રથમ ઘોડો લઈ આવેલા પછી એને ગાડી જોડી દીધેલી.
લોકશાહીની પ્રણાલિકા એ છે કે પક્ષ નેતા ચૂંટે અને એ પક્ષ સંસદમાં બહુમતી ધરાવતો હોય માટે એ નેતાને રાષ્ટ્રપતિ મંત્રીમંડળ રચવા આમંત્રણ આપે. એ માણસ પ્રધાનમંત્રી બને. પણ પ્રધાનમંત્રી બનતાં પહેલાં એ માણસ બહુમતી પક્ષનો નેતા ચૂંટાય એ આવશ્યક હોય છે. અહીં ઊંધું થયેલું અને તો ય દેશ લોકશાહી દેશ જ કહેવાય છે.
ભારતની રાજનીતિ નેતાકેન્દ્રી
ભારતની રાજનીતિ નેતાકેન્દ્રી છે જ્યાં જનતાએ ફર્જરૂપે નેતાના કહ્યા પ્રમાણે કરવાનું છે.
..પણ પ્રજા એનું મન કોઈને કળાવા દેતી નથી.જાનમાં વરરાજાની લૂણ ખખડાવશે અને તોરણે જાન પહોંચે એ પછી કોઈક બીજાની જાનમાં લૂણ ખખડાવવા માંડશે.મતદાતા અકળ છે=ડફોળ નથી.
માઓ-ત્સે-તુંગનું વિધાન હતું કે, જનતા સમુદ્ર છે અને નેતા એ સમુદ્રમાંથી ઊઠેલું એક મોજું છે. આ મોજું સમુદ્રના ખળખળાટમાંથી જન્મે છે, ઊભરે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે, કિનારા તરફ દોડે છે, આખા સમુદ્ર પર ક્ષિતિજથી ક્ષિતિજ સુધી છવાઈ જાય છે, પણ મોજાએ એક વાત ભૂલવાની નથી - એ સમુદ્રમાંથી જન્મ્યું છે, એણે કિનારાની રેતી પર પટકાવાનું છે, એની જે પણ ઊંચાઈ હોય એ સમુદ્રે એને આપી છે અને એની પાછળ બીજું નાનું મોજું જન્મી ચૂક્યું છે જે કાળક્રમે એ રીતે જ સમુદ્ર પર છવાઈને કિનારા પર પટકાવાનું છે. સમુદ્ર સનાતન છે, મોજું સામયિક છે. સમુદ્ર જીવે છે, મોજાએ મરવાનું છે. 
જનતા, જાગૃત અને ખળભળી ચૂકેલી જનતા, હંમેશા દરેક દેશમાં નેતા ફેંકતી રહેશે. જગતની દરેક પ્રજાને પોતાની જાગૃત કે અર્ધજાગૃત કે સુષુપ્ત અવસ્થા પ્રમાણે જ નેતા મળી રહે છે! લોકશાહી જો જનજાગૃતિની સજીવ, ચેતનવંત લોકશાહી હોય તો એ પોતાની જરૂર પ્રમાણે નેતા પસંદ કરી લે છે. આપણામાં કહેવત છે : 'ચોરો નિર્વંશ જતો નથી ! ચોરા પર બેસનારો મળી જ રહે છે.' બહુરત્ન વસુંધરા, પૃથ્વી રત્નો પેદા કરતી રહે છે, અને સમુદ્ર નેતાઓ ફેંકતો રહે છે.
માઓ-ત્સે-તુંગ કહે છે એમ સમુદ્ર એ જ અંતિમ સાતત્ય છે...મતદાર જ વિધાતા છે.
આ પણ વાંચો: જિંદગી ફાની છે, લા-ફાની નથી 
Tags :
રાજનીતિ
Next Article